ડીસા – ભીલડી હાઈવે પર મોડી રાત્રે કેમિકલ ભરેલ ટ્રકમાં લાગી આગ : ફાયર ફાઈટર ટીમની બેદરકારી પણ સામે આવી

- Advertisement -
Share

બનાસકાંઠાના ડીસા – ભીલડી હાઈવે પર મોડી રાત્રે ટ્રકમાં અચાનક આગ લાગવાની ઘટના સર્જાયી. મોડી રાત્રે કેમિકલ ભરેલા ટ્રકમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. આ ટ્રકની ભીષણ આગ દુર દુર સુધી નઝરે પડી હતી. આગ લાગવાની ઘટનાના પગલે ઘટના સ્થળ પર લોકોના ટોળા ઉમટ્યા હતા.

 

 

 

 

ઘટનાની જાણ થતા ડીસા તાલુકા પોલીસ અને નગરપાલિકાનું ફાયરફાઈટર ઘટના સ્થળે પહોચ્યા હતા. જોકે, આવી ભીષણ આગને કાબુમાં લેવા આવેલ ફાયર ફાઈટરમાં જ ટેકનીકલ ખામી સર્જાયી હતી. આ બેદરકારીને લઇ આગના પગલે ફાયર ફાઈટરમાં ટેકનિકલ ખામી સર્જાતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો. ફાયર ફાઈટરમાં ખામી સર્જાતા બીજી ફાયર ફાઈટર બોલાવાની ફરજ પડી હતી. ફાયર ફાઈટરે ઘટનાસ્થળે પહોંચી આગને બુઝાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.

 

 

 

 

From – Banaskantha Update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!