પાલનપુરમાં વરસાદી સિઝનમાં કોઇ જાનહાનિ ન થાય તે હેતુથી પ્રિ-મોન્સૂન પ્લાન તૈયાર કરાયો

- Advertisement -
Share

આગામી સમયમાં ચોમાસાને લઈને પાલનપુર પાલિકા સજ્જ બન્યું. ચોમાસામાં વરસાદી પાણીથી વધુ નુકસાન ન થાય અને જાનહાનિ ન થાય તેની સંપૂર્ણ તકેદારી લઈને પ્રિ-મોન્સૂન પ્લાન તૈયાર કરી કામગીરી શરૂ કરાઇ છે. ચોમાસામાં શહેરના જે વિસ્તારમાં પાણી ભરાવાની શક્યતા છે, તેવા વિસ્તારના નાળાની સાફ સફાઈ કરી પાણીનો નિકાલ થાય તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

 

 

 

 

પાલનપુર નગરપાલિકા દ્વારા નગરપાલિકાના પ્રાણ પ્રશ્ન કહી શકીએ તો વોર્ડ નંબર ત્રણમાંથી વડલી વાળા પરાથી ગાયત્રી સોસાયટીનું નાળુ છે. ચોમાસામાં આ નાળામાં પાણી ભરાવવાનો મુખ્યત્વે પ્રશ્ન રહેતો છે. પાણીના નિકાલની વયસ્થા ન હોવાથી દર ચોમાસામા આ પ્રશ્ન ઉપસ્થિત થાય છે અને નુકશાન વેઠવાનો વારો પણ આવે છે.

જોકે, ચોમાસામાં વધુ વરસાદ પડે તો વધુ મુશ્કેલીઓ ન સર્જાય તે હેતુથી મેન્યુઅલી હિટાચી અને જેસીબી મશીનથી સાફ-સફાઇ કરવામાં આવી રહી છે. જે પણ નાની-મોટી ચેમ્બર હોય તેને પણ સાફ સફાઈ કરવામાં આવી રહી છે. અંદાજિત 40થી 50 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે અને 10 જૂન સુધી સંપૂર્ણ કામ પૂર્ણ થાય તેવું નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

 

 

 

આ અંગે નગરપાલિકા ચીફ ઓફિસર સતીશ પટેલે જણાવ્યું હતું કે, પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં વર્ષોની જે પ્રશ્નો ઉપસ્થિત થયેલા હતા એને ધ્યાનમાં રાખી પાલનપુર નગરપાલિકા દ્વારા આગામી ચોમાસાનું આગોતરું આયોજન કરાયું છે. 12 એપ્રિલે દરેક શાખા અધિકારી પ્રમુખ ઉપપ્રમુખ સાથે આ ચોમાસાના આગોતરા આયોજન સાથે બેઠક કરેલી હતી. જેમાં મુખ્યત્વે આરોગ્ય શાખા, બાંધકામ શાખા, લાઈટ શાખા અને ટાઉન પ્લાનિંગ શાખા વગેરેને સંકલન કરી ચોમાસામાં કોઈ પણ પ્રશ્ન ન થાય તે માટે આયોજન કરાયું છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!