છાપી હાઈવે પર એસ.ટી બસમાં લાગી આગ : 10 પેસેન્જર હતા સવાર, મોટી જાનહાની ટળી

- Advertisement -
Share

બનાસકાંઠાના છાપી હાઈવે પર S.T બસમાં આગ લાગતા બસ બળીને ખાખ થઇ. મળતી પ્રાથમિક માહિતી અનુસાર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનુ સામે આવ્યું. પાલનપુર ડેપોની મીની બસમાં છાપી હાઈવે પર આગ લાગતા બસ બળીને ખાખ થઈ.

 

 

 

છાપી હાઈવે પર પાલનપુર ડેપોની મીની બસમાં આગ લાગતા બસ બળીને ખાખ થઈ. બસમાં અચાનક આગ લાગતા 10 જેટલા પેસેન્જરને નીચે ઉતારી દેવાયા હતા. ડ્રાઈવરની સમય સૂચકતાને લઇ સદનસીબે મોટી જાનહાનિ ટળી. બસ પાલનપુરથી મહેસાણા તરફ જઈ રહી હતી ત્યારે લાગી આગ.

 

 

 

 

આગ લાગવાની ઘટના બનતા ફાયર બ્રિગેડને જાણ કરાઈ. જાણ કરાતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવાયો હતો.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!