કોરોના મહામારીમાં ડીસા તાલુકાના ખેટવા ગામના ખેડૂત ભરતભાઈ મલાભાઈ દેસાઈ દ્વારા 3 વીઘા જમીનમાં બાજરીના પાકને ગાયોને ચરાવા આપી દીધો હતો. ભર ઉનાળે ઘાસચારા વગર ટળ વળતી ગાયોને બાજરીનો લીલો ઘાસ ચારો મળી રહેતા ગાયોના ગોવાળ ખુશ થઈ ગયા હતા.
કોરોના મહામારી વચ્ચે હવે લોકોએ નક્કી કરી લીધું છે કે પૂણ્ય સિવાય બીજો કોઈ જ રસ્તો નહીં. જો આ મહામારીમાંથી ઉગરવું હસે તો પૂણ્ય તો કરવું જ પડશે. લોકોની માન્યતા પ્રમાણે પુણ્ય સિવાય કશુ જ મળતું નથી. ત્યારે હવે મહામારીમાં કોરોના કેટલાય પરિવારના નિર્દોષ લોકોનો જીવ લઈ રહ્યો છે.
કોરોના મહામારીમાં ડીસા તાલુકાના ખેટવા ગામના ખેડૂત ભરતભાઈ મલાભાઈ દેસાઈ દ્વારા ત્રણ વીઘા જમીનમાં બાજરીના પાકને ગાયોને ચરાવા આપી દીધો હતો. ભર ઉનાળે ઘાસચારા વગર ટળ વળતી ગાયોને બાજરીનો લીલો ઘાસ ચારો મળી રહેતા ગાયોના ગોવાળ ખુશ થઈ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે દર વર્ષે ઉનાળામાં પાણી અને ઘાસચારાની અછતને કારણે અનેક માલધારીઓ પોતાના પશુઓ સાથે હિજરત કરતા હોય છે. ત્યારે અહીં ઘાસચારો અને પાણી આપી પશુઓને જીવાડતા હોય છે.
From – Banaskantha Update