સરકારની રસીકરણની જાહેરાત ખોખલી : બનાસકાંઠામાં છેલ્લા ત્રણ દિવસથી રસીનો જથ્થો નથી પહોંચ્યો

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લામાં કોરોના મહામારીમાં અત્યાર સુધી હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજનની અછત તો વર્તાતી હતી. પરંતુ હવે કોરોના માટે રક્ષા કવચ ગણાતી કોરોના વેકસીન પણ નથી. છેલ્લા 3 દિવસથી કોરોના રસીનો જથ્થો જિલ્લામાં ન આવતા રસીકરણની પ્રક્રિયા સદંતર બંધ થઈ છે.

 

 

 

સરકારે 18 વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓને રસીકરણ માટે આહવાન કર્યું છે. જેમાં બનાસકાંઠા જીલ્લો બાકાત છે. પરંતુ બનાસકાંઠા જિલ્લામાં 45 વર્ષથી ઉપરના લોકોને રસી આપી શકાય તે માટે પણ રસીનો જથ્થો નથી.

 

 

 

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી રસીનો જથ્થો પહોંચવો જોઈએ એ પહોંચ્યો નથી. જેના કારણે તમામ રસીકરણ કેન્દ્રો પણ લોકોની કતારો લાગી છે. લોકો વહેલી સવારથી વેક્સિન લેવા માટે લાઇનમાં ઊભા રહે છે. પરંતુ વેકસીન ન હોવાથી રસીકરણ થઈ શકતું નથી. લોકો પણ સરકાર સામે આક્ષેપ કરી રહ્યા છે કે સરકાર માત્ર જાહેરાતો કરે છે. પરંતુ તેના સામે રસીકરણ માટે વ્યવસ્થા થવી જોઈએ તે થતી નથી. લોકો હાલાકી ભોગવી રહ્યા છે.

 

 

 

 

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વેકસીનનો જથ્થો પહોંચતો નથી. જેનો સ્વીકાર ઇન્ચાર્જ જિલ્લા અધિકારી જીગ્નેશ હરિયાણી પણ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે સરકારે 18 વર્ષથી ઉપરના વ્યક્તિઓને વેકસીન માટે જે 10 જિલ્લાઓમાં વેકસીનની જાહેરાત કરી છે તેમાં બનાસકાંઠા જીલ્લો બાકાત છે. પરંતુ 45 વર્ષથી ઉપરના લોકો માટે પણ જીલ્લામાં જે વેકસીન આવવી જોઈએ તે જથ્થો છેલ્લા ત્રણ દિવસથી આવ્યો નથી. જેના કારણે વેકસીન વિના રસીકરણની પ્રક્રિયા સ્થગિત થઈ છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!