પોલીસે માસ્કનો દંડ ફટકારતા આધેડ માતાજી આવ્યા કહીને રોડ પર જ ધૂણવા લાગ્યો

- Advertisement -
Share

હાલ કોરોનાનો કહેર ચાલી રહ્યો છે ત્યારે વેક્સીન, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ ખૂબ જરૂરી છે. માસ્ક વગર બહાર નીકળતી વ્યક્તિને દંડ ફટકારવામાં આવે છે. આ દરમિયાન સાબરકાંઠા જિલ્લામાંથી એક અજીબ બનાવ સામે આવ્યો. અહીં પોલીસે માસ્ક વગર બહાર નીકળેલા એક વ્યક્તિને પોલીસે દંડ ફટકારતા તે રસ્તા વચ્ચે જ ધૂણવા લાગ્યો હતો.

 

 

ઉલ્લેખનીય છે કે પોલીસ જ્યારે માસ્ક વગર કોઈ વ્યક્તિને પકડે છે ત્યારે તેઓ અલગ અલગ બહાના કરતા હોય છે. જોકે, સાબરકાંઠાનો કિસ્સો તો સાવ અલગ છે. અત્યારસુધી આવો કોઈ કિસ્સો ધ્યાનમાં નથી આવ્યો. મળતી માહિતી પ્રમાણે માસ્ક વગર બહાર નીકળેલા આધેડને પોલીસે રોકીને તેને દંડ ફટકાર્યો હતો.

આ દરમિયાન જ આધેડ રસ્તા પર બેસીને ધૂણવા લાગ્યો હતો. આધેડે માસ્કનો દંડ ન ભરવો પડે તે માટે ધૂણવાનું ચાલુ રાખ્યું હતું અને દંડ ભરવાની આનાકાની કરી હતી.

 

 

આ વીડિયો જિલ્લાના પ્રાંતિજનો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. વ્યક્તિને રોડ પર આ રીતે નાટક કરતો જોઈને લોકો એકઠા થયા હતા અને વીડિયો ઉતાર્યો હતો. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે હાલ કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે માસ્ક ન પહેરવાની બેદરકારી ભારે પડી શકે છે. નિષ્ણાતો આજકાલ લોકોને પોતાના ઘરોમાં પણ માસ્ક પહેરવાની સલાહ આપી રહ્યા છે. આ ઉપરાંત આજકાલ તો નિષ્ણાતો લોકોને બે બે માસ્ક પહેરવાની પણ સલાહ આપે છે.

 

 

 

આધેડ ધૂણતાં ધૂણતાં બોલી રહ્યો છે કે, “કોરોનાનું કંઈ નથી પણ આ લોકોને કમાવાનું કામ છે.” વીડિયોમાં આધેડ કહી રહ્યો છે કે જમાદાર તમે મારા જેવા ગરીબ લોકોની હાય લો છે. આ દરમિયાન જોઈ શકાય છે કે પોલીસકર્મી અને અન્ય લોકો આધેડને ઊભા થઈ જવા માટે સમજાવી રહ્યા છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો આના પર અલગ અલગ પ્રકારની ટિપ્પણી કરી રહ્યા છે.

 

 

 

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં માસ્ક ન પહેરવા પર 1,000 રૂપિયાનો દંડ ભરવો પડે છે. પહેલા માસ્ક ન પહેરવાનો દંડ ઓછો હતો પરંતુ ગુજરાત હાઇકોર્ટની ટકોર બાદ સરકારે દંડ વધારીને 1,000 કર્યો હતો.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!