વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વિરૂદ્ધ વડગામમાં લખાયા સૂત્રો

- Advertisement -
Share

“મેવાણી હટાવો વડગામ બચાવો”ના લખાયા સૂત્રો વડગામ, વડગામ શહેરમાં વડગામ ધારાસભ્ય વિરૂદ્ધ ઠેર ઠેર લખાયા સૂત્રો,મેવાણી હટાવો વડગામ બચાવોના લખાણે વડગામ પંથકમાં અનેક ચર્ચાઓ જગાવી છે‌.

 

 

વડગામ મત વિસ્તારના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વિરુદ્ધ વડગામ બજારમાં ભીંતો ઉપર રાત્રીના સમયે કોઇક શખ્સો દ્વારા મેવાણી હટાવો વડગામ બચાવોના સૂત્રો લખાતા લોકોમાં અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે. કોણે લખ્યા અને કોના ઇશારે લખાયા તેવી ચર્ચાઓ એ જોર પકડ્યું છે.વિધાનસભા ની ચુંટણી નજીક આવતાં જ વડગામ માં સૂત્રો ના લખાણ મુદ્દે ચકચાર મચાવી મુકી છે.

 

 

રાત્રીના સમયે વડગામ પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગના દાવા કરાય રહ્યા છે. તેમજ બજારમાં હોમગાર્ડ જીઆરડીના જવાનો દ્વારા બંદોબસ્ત રહેતો હોવાના દાવા વચ્ચે લખાયેલા સૂત્રોએ પોલીસ સામે પણ સવાલો ખડા થયા છે.

 

 

વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતાં જ વડગામ અપક્ષ ધારાસભ્ય વિરુદ્ધ લખાયેલા લખાણે લોકોની માનસિકતા સતી કરી હોવાની ચર્ચાઓ લોકોમાં વહેતી થઈ છે. કોના ઇશારે અને કોને લખાણ કર્યું તે બાબતે વહીવટી તંત્ર અને પોલીસ તપાસ કરશે? ખરી તેવી પણ ચર્ચાઓ તાલુકા ભરના લોકોમાં થઈ રહી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!