ગુજરાતમાં ભાજપની જીતને ડીસામાં કાર્યકરોએ વધાવી, કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી ઉજવણી કરી

- Advertisement -
Share

ગુજરાત રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે રેકોર્ડ બ્રેક જીત મેળવતા સમગ્ર ગુજરાતમાં ભાજપ કાર્યકરોમાં આનંદની લાગણી છવાઈ છે. ડીસામાં જિલ્લા ભાજપ પ્રમુખની ઉપસ્થિતિમાં ભાજપ કાર્યકરોએ ફટાકડા ફોડી જીતને વધાવી હતી.

 

 

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મહાનગરપાલિકાની ચૂંટણીને લઇ દરેક પક્ષ પોતાની જીત માટે એડીચોટીનું જોર લગાવી રહ્યું હતું આ વખત ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું હતું પરંતુ ભાજપે ફરી એકવાર સાબિત કરી બતાવ્યું કે ગુજરાતે ભાજપનો ગઢ માનવામાં આવે છે જેના કારણે આજે ગુજરાતની તમામ મહાનગરપાલિકા પર ભાજપની બહુમતિ જોવા મળી રહી છે.

 

 

જેના કારણે સમગ્ર ગુજરાતભરમાં ચૂંટણી પરિણામ આવ્યાની સાથે જ ભાજપના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો રાજ્યની 6 મહાનગર પાલિકામાં ભાજપે સ્પષ્ટ બહુમતી મળતા આજે સમગ્ર ગુજરાત ભરમાં ભાજપના કાર્યકર્તાઓમાં ખુશી જોવા મળી હતી. આ જીત મેળવતા ભાજપના કાર્યકરોએ ઠેર-ઠેર આતશબાજી કરી હતી. ત્યારે ડીસામાં પણ આજે ભાજપની જીતને વધાવી લીધી હતી અને ફટાકડા ફોડી ભાજપે ઉજવણી કરી હતી.

 

Advt

 

સમગ્ર ગુજરાતભરમાં ભાજપનો ભગવો મહાનગરપાલિકામાં લહેરાતાની સાથે જ આજે બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ભાજપની જીતને લઇ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી ડીસામાં જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ, મહામંત્રી ડાયાભાઈ પીલિયાતર, જિલ્લા ઉપપ્રમુખ માધુભાઈ રાણા, કૈલાશ ગેલોત સહિતની ઉપસ્થિતિમાં કચ્છી કોલોની ખાતે ભાજપ કાર્યકરોએ આતશબાજી કરી જીતને વધાવી હતી.

 

 

આ પ્રસંગે જિલ્લાના પૂર્વ મહામંત્રી અમૃતભાઈ દવે, ડીસા શહેર ભાજપ પ્રમુખ સંજય બ્રહ્મભટ્ટ, વોર્ડ નંબર ચારના ઉમેદવારો બાબુભાઈ ઠક્કર, ચેતન ભાઈ ત્રિવેદી, મોતીભાઈ પ્રજાપતિ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણે જણાવ્યું હતું સમગ્ર રાજ્યમાં મહાનગર પાલિકાઓમાં ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે રેકોર્ડ બ્રેક જીત મેળવી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!