ગુજરાતની 6 મહિલા ખેલાડી ટોક્યો ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિકમાં ભારતનું ગૌરવ વધારશે

- Advertisement -
Share

આગામી 23 જુલાઈથી જાપાનના ટોક્યો ખાતે યોજાઈ રહેલા ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિકમાં પ્રથમ વખત ગુજરાતમાંથી 6 સ્પર્ધક ભાગ લઈ રહ્યા છે. સૌથી આનંદની વાત એ છે કે આ તમામ મહિલા ખેલાડી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આશરે 60 વર્ષના સમયગાળા બાદ ગુજરાતમાંથી પ્રથમ વખત કોઈ ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યું છે. 1960માં રોમ ઓલિમ્પિકમાં હોકીના ખેલાડી તરીકે ગોવિંદરાવ સાંવતે ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

[google_ad]

માના પટેલ

 

ગુજરાતની 21 વર્ષીય આંતરરાષ્ટ્રીય સ્વિમર માના પટેલે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. માના પટેલ ટોક્યો ઓલિમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે. માના પટેલ મૂળ અમદાવાદની છે. તેઓ 100 મીટર બેકસ્ટ્રોકમાં ભાગ લેશે. મળતી માહિતી પ્રમાણે માના પટેલ ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ થનારી દેશની પ્રથમ મહિલા અને ત્રીજી ભારતીય છે. એટલે કે માના પટેલ સિવાય ભારતમાંથી માત્ર 2 જ વ્યક્તિ ઓલિમ્પિકની આ રમતમાં ક્વોલિફાઇ થઈ છે.

[google_ad]

માના પટેલ

 

માના પટેલની સિદ્ધિ

21 વર્ષીય માના પટેલે સ્વિમિંગમાં અત્યારસુધી 80થી વધુ મેડલ મેળવ્યા છે. માના પટેલના નામે આંતરરાષ્ટ્રીય કક્ષાના 25 મેડલ, રાજ્ય કક્ષાના 82 અને રાષ્ટ્રીય સ્તરના 72 મેડલ છે. માના પટેલ ગૂજરાત વિદ્યાપીઠમાંથી તાલિમ લઈ ચૂકી છે.

[google_ad]

 

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરીને અમદાવાદની માના પટેલને ક્વોલિફાઈ થવા માટે અભિનંદન પાઠ્વ્યા હતા. સી.એમ રૂપાણીએ ટ્વિટર પર લખ્યું છે કે, “ગુજરાતની આંતરરાષ્ટ્રીય સ્વિમર માના પટેલ ટોક્યો ખાતે યોજાનાર ઓલિમ્પિકના Universality Places માટે ક્વોલિફાય થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને ઉજ્જ્વળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવું છું. માના પટેલ ઓલિમ્પિકના Universality Places માટે ક્વોલિફાય થનારા પ્રથમ મહિલા અને ત્રીજા ભારતીય સ્વિમર છે.

[google_ad]

ટોક્યો ઓલમ્પિક

[google_ad]

ગુજરાતના આ ખેલાડીઓ ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિકમાં ભાગ લેશે:-

1) પારુલ પરમાર (પેરા બેડમિન્ટન)-Parul Parmar
2) ભાવિના પટેલ (પેરા ટેબલ ટેનિસ)-Bhavina Patel
3) સોનલ પટેલ (પેરા ટેબલ ટેનિસ) – Sonal Patel
4) અંકિતા રૈના (સ્વિમિંગ) – Ankita Raina
5) માના પટેલ (સ્વિમિંગ પટેલ) – Maana Patel
6) ઇલાવેનીલ વલારીવન (શૂટિંગ)- Elavenil Valarivan

[google_ad]

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!