વડગામ તાલુકાના ચંગવાડા ગામે રહેતા અને ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતા યાકુબભાઈ અબ્દુલ રહીમભાઈ સુલીયાની દિકરી અફીફાબેનના લગ્ન સને 2017માં એજ ગામના નજીરભાઈ આદમભાઈ સુલીયાના દિકરા મુજાહિદ સાથે સમાજના રીતરિવાજ મુજબ કરવામાં આવ્યા હતાં.
જેમાં તેમને સંતાનમાં એક બાળકીનો જન્મ થયો હતો જે હાલમાં બે વર્ષની છે. લગ્નના થોડાજ સમય બાદ પતિ દ્વારા પત્નીને વગર વાંકે નાની-નાની બાબતોને લઈ કંકાશ થવા લાગ્યો અને મહેણાં ટોણા મારી મારઝૂડ પણ થતી હતી પરંતુ પોતાનો ઘર સંસાર બગડે નહીં તે માટે પત્ની દ્વારા બધુંજ મુગા મોઢે સહન કરતી રહી.
બારેક માસ પહેલાં પતિ દ્વારા મારઝૂડ કરી પત્નીને પોતાના પિતા પાસેથી બે લાખ રૂપિયાની દહેજની માંગ કરી ઝઘડો કરતા ગબરાઈ ગયેલી પત્ની પોતાની બે વર્ષની દિકરી સાથે પોતાના પિતાના ઘરે આવી ગઈ હતી અને પરિવારને સમગ્ર બાબત જણાવી હતી પરિવાર દ્વારા પોતાના જમાઈને સમાજ રાહે સમજાવવાના પ્રયત્નો કર્યા હતા.
જે બાદ તારીખ 14/02/2021 ના દિવસે સમાજના આગેવાનો આગળ મુજાહિદ દ્વારા લેખિતમાં આજરોજ હું મારી પત્નીને છુટાછેડા, ત્રણ તલાક આપું છું તેવું સહી કરેલું કાગળ આપ્યું હતું અને મોખિકમાં ત્રણ વાર તલાક આપી જેમતેમ ગાળો બોલી જતા રહ્યો હતો.
જેને કાયદા વિશે જાણ હોવા છંતા પણ આવી રીતે પોતાની પત્નીને શારીરિક, માનસિક ત્રાસ આપી પોતાના ઘરેથી કાઢી મુકી અને ત્રાસ ગુજાર્યો હતો તેમજ તાત્કાલિક ધોરણે બાદરપુરા ખાતે બીજા લગ્ન કરી દેતા યુવતીના પિતાએ છાપી પોલીસ મથક ખાતે આવી ફરિયાદ નોધાવી હતી.
From – Banaskantha Update