રસ્તા પર લાશોના ઢગલા અને માતા-પિતાની લાશ સમક્ષ લાચાર બાળકીનું દુઃખમય રુદન, સુરતમાં 15નાં મોતની દર્દભરી ઘટના

- Advertisement -
Share

સુરતમાં ફૂટપાથ પર ઊંઘી રહેલા શ્રમજીવી પરિવાર પર કાળમુખા ડમ્પરે 15નો લીધો ભોગ

 

સુરતના કીમ ચાર રસ્તા નજીક કીમ-માંડવી રોડ પર ગત રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો કાળમુખા ટ્રકે ફૂટપાથ પર સૂતેલા 18 લોકોને કચડી નાંખ્યા જેમાંથી 15 લોકોના મોત નીપજ્યા. મળતી માહિતી પ્રમાણે, શેરડી ભરેલા ટ્રેક્ટર સાથે અકસ્માત બાદ ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો જે બાદમાં ટ્રકે ફૂટપાથ પર ઊંઘી રહેલા 18 લોકોને કચડી નાખ્યા હતા.

 

 

જેમાંથી 12 લોકોનાં ઘટનાસ્થળે અને 3 વ્યક્તિના સારવાર દરમિયાન મોત થયા છે. એવી પણ માહિતી મળી રહી છે કે, ટ્રક ચાલક દારૂના નશામાં હતો. અકસ્માતમાં ટ્રક ચાલક અને ક્લિનર પર ઈજાગ્રસ્ત થયા છે. આ બનાવમાં એક 6 મહિનાની બાળકીની ચમત્કારિક બચાવ થયો છે પરંતુ તેના માતા પિતાનું મોત નીપજ્યુ છે.

 

 

ગત રાત્રે કિમ-માંડવી રોડ પર આવેલા પાલોદગામ નજીક ફૂટપાથ પર ઊંઘી રહેલા શ્રમજીવી પરિવાર પર ડમ્પર ફરી વળતાં 12 લોકોનાં ઘટનાસ્થળે જ કમ કમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં, જ્યારે 8ને ગંભીર હાલતમાં સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 3નું સારવાર દરમિયાન મોત નીપજતાં કુલ મૃતાંક 15 પર પહોંચ્યો હતો.

 

 

ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસકાફલો ઘટનાસ્થળે ધસી ગયો હતો. પોલીસે ડમ્પરચાલક અને ક્લિનરની ધરપકડ કરી હતી. ડમ્પરચાલક પકડાયો ત્યારે ચિક્કાર પીધેલી હાલતમાં હોવાનું પોલીસે જણાવ્યું હતું.

 

 

ટ્રેક્ટરને ટક્કર માર્યા બાદ ડમ્પરે કાબૂ ગુમાવ્યો મૂળ બાસવાડાના કુશલગઢના વતની અને છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા પાંચથી છ પરિવારો છેલ્લાં પાંચ વર્ષથી પાલોદ પાસે રહે છે દરમિયાન સોમવારે મોડી રાત્રે 12 વાગ્યાની આસપાસ કિમથી માંડવી તરફ જઈ રહેલા ડમ્મરચાલકે કિમ ચાર રસ્તા તરફ જતા શેરડી ભરેલા ટ્રેક્ટરને ટક્કર મારી હતી.

 

 

આ નાનકડી છ મહિનાની બાળકી લાશોના ઢગલા વચ્ચે બેસીને રડી રહી હતી. આ દ્રશ્ય જોઇને પોલીસ પણ શોકમગ્ન થઇ ગઇ હતી. બાળકીને પણ તાત્કાલિક હૉસ્પિટલ ખસેડી હતી.

 

 

ટ્રક ચાલક અને ક્લીનરને પણ ગંભીર ઈજાઓ થતા તેઓને પણ સારવાર અર્થે સુરત ખસેડાયા હતા. ઘટનાંની જાણ થતા મોટો પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોચ્યો હતો, પોલીસે તમામ મૃતકોના મૃતદેહને પીએમ માટે કોસંબા પી.એમ રૂમ ખાતે ખસેડ્યા હતા.

 

 

બેકાબુ બનેલી કાળમુખી ટ્રક નીચે કચડાયેલા તમામ શ્રમજીવીઓ રાજસ્થાનના બાંસવાડા જીલ્લાના કુશલગઢના વતની હોવાનું બહાર આવ્યું છે. આ તમામ લોકો દિવસ દરમ્યાન કડીયાકામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!