વેકસીન માટે હવે તૈયારીઓ પુરી થઈ : ડીસા અને પાલનપુરમાં આજે 500 કોરોના વોરિયર્સને રસી અપાશે

- Advertisement -
Share

જિલ્લામાં હડતાળી કર્મીઓની ગેરહાજરી વચ્ચે આરોગ્ય વિભાગે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી સ્ટાફને કામે લગાડી દીધા છે. જોકે હડતાળના પગલે કેન્દ્રોની સંખ્યા ઘટાડી જિલ્લામાં 5 કેન્દ્રો પર 500 જણને રસી આપવા લિસ્ટિંગ કરી ગાંધીનગરથી એસ.એમ.એસ. પાઠવી દેવાની કામગીરી શરૂ થઈ છે.

 

 

રાત સુધીમાં એસ.એમ.એસ. મળી જશે. જે 5 કેન્દ્રોમાં રાજકીય હસ્તીઓ આજે જે વેકસિનેશન કામગીરી કરાવાશે તેમાં ડીસાના ભીલડીમાં સાંસદ પરબતભાઇ પટેલ, વડગામના નાંદોત્રામાં ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, ડીસાના લોરવાડામાં ધારાસભ્ય શશીકાંત પંડ્યા, વડગામના મોરિયામાં પૂર્વ મંત્રી રણછોડ રબારી જ્યારે પાલનપુરના રતનપુરમાં ધારાસભ્ય કીર્તિસિંહ રસી અપાવશે. જ્યાં લાભાર્થીને “મેં કોરોના વેકસીન લીધી છે” લખેલા સિક્કા આપી સન્માન કરાશે. જિલ્લા આરોગ્ય કક્ષાએથી તૈયાર કરાયેલું વિશેષ ઓળખકાર્ડ આપવામાં આવનાર છે.

 

 

પાલનપુર તાલુકાની રતનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સંપૂર્ણ ટીમ વેક્સિનેશન કામગીરીને સફળતાપૂર્વક પાર પાડવા માટે તૈયાર છે. અહીં ધારાસભ્યો કિર્તીસિંહ વાઘેલા વેક્સિનેશન કરાવશે. આગલા દિવસે અહીં સાફ સફાઈ તેમજ જરૂરી ફેરફારો હાથ ધરવામાં આવ્યા હતા. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડો. નિકિતા પટેલ, રજીસ્ટ્રેશન જવાબદારી સુનિલ ગઢવી, વેક્સિનેટર એફ.એચ.ડબ્લ્યુ. પ્રિયંકા સાણોદરિયા, સહાયક એફ.એચ.ડબ્લ્યુ કંચન ઠાકોર, વેઈટિંગ રૂમ જવાબદારી સી.એચ.ઓ. સ્નેહી મહેતા નેહા રાવલ, અને જગદીશ પરમારને જવાબદારી સોંપાઈ છે.

 

 

લાભાર્થીને જે ઓળખકાર્ડ આપવામાં આવશે તેમાં નામ ઉંમર સરનામું પ્રથમ ડોઝ આપ્યાની તારીખ બીજા ડોઝ ની તારીખ. તેમજ કેટેગરી લખવામાં આવી છે કે હેલ્થ કેર વર્કર છે ફ્રન્ટલાઈન વોરિયર્સ છે કે 50 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ છે? ઉપરાંત બીજો ડોઝ લેવા કઈ તારીખે આવવાનું છે તે પણ લખેલું હશે. બીજી વખત આવતી વખતે આ ઓળખકાર્ડ ફરજિયાત સાથે લાવવું પડશે.

 

Advt

 

જિલ્લા ફાર્માસી ભવનથી 400નો ડોઝ આજે રવાના કરવામાં આવ્યો છે. જેથી વેક્સિનેશન કામગીરી સરળતાપૂર્વક થઈ શકે. લાભાર્થીઓને એસ.એમ.એસ.થી બોલાવવામાં આવશે, તેમનો રજિસ્ટ્રેશન કરી વેક્સિનેશન રૂમમાં કોવિશિલ્ડ વેકસીનનો 0.5 એમએલ ડોઝ આપી 30 મિનિટ આરામ કરાવવામાં આવશે. જે બાદ 14 દિવસ સુધી શરીરમાં કોઈ ફેરફાર આવેતો એ અંગે જાણ કરવાની રહેશે. જેમ-જેમ ગાંધીનગરથી સૂચનાઓ આવશે તેમ તેમ આગામી તારીખ મુજબ વેકસિનેશન કામગીરી પ્રથમ તબક્કામાં 16 હજાર લાભાર્થીઓને આવરી લેવાશે.” – ર્ડા. મનીષ ફેન્સી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!