પાલનપુરના નાયબ મામલતદાર ભરત પટેલે લીધા અંતિમ શ્વાસ

- Advertisement -
Share

પાલનપુરની કલેકટર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદારનું શુક્રવારે મધરાતે સારવાર દરમ્યાન નિધન. મહિના અગાઉ કોરોના થતા 15 દિવસ પૂર્વે રજા લઈ ઘરે હતા તેવામાં તબિયત લથડતા અચાનક હોસ્પિટલમાં દાખલ કરવા પડયા હતા.

 

સમગ્ર મહેસુલ વિભાગમાં સ્વચ્છ પ્રતિભા તરીકેની લોકચાહના ધરાવતા ભરત એમ.પટેલના આકસ્મિક નિધનથી કલેકટર કચેરી સંકુલમાં સોપો પડી ગયો છે.

 

 

કલેકટર કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે 1986માં ફરજમાં જોડાયા હતા તેમણે પાલનપુર, વડગામ, દાંતા, દિયોદર, થરાદની મામલતદાર કચેરીઓમાં તેમજ પાલનપુર કલેકટર કચેરીમાં જુદા જુદા વિભાગોમાં કાર્યદક્ષ અધિકારી તરીકેની ભૂમિકા અદા કરી ફરજ બજાવી હતી. તેમના આકસ્મિક નિધનથી પત્ની કુસુમબેન પુત્ર ઉમેશ(પરણિત) અને કુલદીપ તેમજ પુત્રી પૂજા(પરણિત)ને વિલાપ કરતા છોડી ગયા છે.

 

 

નાયબ મામલતદાર ભરતભાઈને એક મહિના અગાઉ કોરોના થયો હતો. જેની સારવાર બાદ ઘરે આઇસોલેશન દરમિયાન વધુ તબિયત બગડી હતી અને લીવરમાં ડેમેજ થતા તેમનું આકસ્મિક મોત થયું હતું.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!