પાલનપુરમાં ફોટા પડાવવામાં તલ્લીન જિલ્લા સાંસદ સહિતના ભાજપ નેતાએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા

- Advertisement -
Share

બનાસકાંઠાની પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરમાં તૈયાર કરાયેલા ટાઉનહોલનું આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા અહી લોકાર્પણ કરવા કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી દ્વારા ઇ-લોકાર્પણ કરાયા બાદ કાર્યક્રમમાં હાજર રહેલા જિલ્લાના સાંસદ પૂર્વ કેન્દ્રીય મંત્રી સહિતના ભાજપના નેતાઓ ટાઉનહોલની તકતીનુ અનાવરણ કરવા પહોંચ્યા હતા. જોકે અનાવરણ કરતી સમયે ફોટા પડાવવામાં તલ્લીન બનેલા જિલ્લાના સાંસદ સહિતના ભાજપના આગેવાનો સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ચલાવતા જોવા મળ્યા હતા.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં વર્ષો પહેલા દિલ્હીગેટ વિસ્તારમાં ટાઉન હોલ હતો. જ્યાં નાટક સહિત અવનવા કાર્યક્રમો યોજાતા હતા. પરંતુ હોલની હાલત લથડી ગયા બાદ શહેર ટાઉન હોલની માંગ ઝંખતું હતું. તેવામાં પાલનપુર પાલિકા દ્વારા શહેરીજનોની સુખાકારીને ધ્યાને લઇ 6.74 કરોડના ખર્ચે શહેરના હેડક્વાર્ટર્સ માર્ગ પર ટાઉન હોલ બનાવવામાં આવ્યો છે, જેને લઇ આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા ટાઉન હોલનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

 

 

કાર્યક્રમમાં જિલ્લાના સાંસદ પરબત પટેલ પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઇ ચૌધરી સહિત ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા. જોકે કારોના મહામારી વચ્ચે યોજાયેલા લોકાર્પણ કાર્યક્રમમાં ટાઉન હોલમાં તો સોશિયલ ડિસ્ટન્સ ધ્યાન રખાયું પરંતુ લોકાર્પણ કાર્યક્રમો પૂર્ણ થયા બાદ ટાઉનહોલની તકતીનું અનાવરણ કરવા પહોંચેલા સાંસદ પરબત પટેલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઇ ચૌધરી સહિત ભાજપના આગેવાનો ફોટા પડાવવામાં એટલા તલ્લીન થયા કે કાર્યક્રમ દરમિયાન સાચવેલી સોશિયલ ડિસ્ટન્સ કાર્યક્રમના અંતમાં ભૂલી ગયા હતા. અને હોલમાં જ ટોળેટોળાં વળતા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી ગયા હતા. જોકે વર્ષો બાદ શહેરમાં પાલિકા દ્વારા ટાઉનહોલ તૈયાર કરાતા શહેરીજનોને અનેક પ્રસંગોમાં ખાનગી હોલમાં ભરવા પડતા તગડા ભાડામાંથી મુક્તિ મળશે.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!