બે ગાડીઓ વચ્ચે થયેલા આ અકસ્માતમાં 5 લોકોના મૃત્યુ થયા છે અને અન્ય લોકો ઘાયલ થયા છે. જેમને હાલ નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રથી સિરોહી પોતાના વતન જતા પરિવારને રસ્તામાં અકસ્માત નડ્યો છે. જેને લઈને એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા હોવાની માહિતી મળી છે. હાલ આબુરોડ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ હાથ ધરી છે. મૃતદેહો ગાડીમાં એ રીતે ફસાઈ ગયા હતા કે તેને કાઢવા ભારે જહેમત ઉઠાવવી પડે તેમ છે.