વાવના, બુકણામાં 10 ફૂટ, બાલુત્રીમાં 5 ફૂટ અને ઢીમામાં 15 ફૂટનું ગાબડું પડતાં વાવેતર નષ્ટ

- Advertisement -
Share

ભ્રષ્ટાચારનો પર્યાય બની ગયેલી માઇનોર કેનાલો ઓવરફ્લોના લીધે જુદીજુદી 3 જગ્યાએ તૂટી હતી. જેમાં વાવના બાલુત્રીમાં 5 ફૂટ, બુકણામાં 10 ફૂટ અને થરાદના ઢીમામાં 15 ફૂટનું ગાબડું પડ્યું હતું.

ભાભરના ખડોસણમાં અને વાવના ચોથારનેસડામાં પાણી માટે ખેડૂતોએ રાતના ઉજાગરા કર્યા છતાં પાણી આવ્યું ન હતું.બુધવારની રાતે ખીમાણાવાસ ગામની સીમમાં બુકણા માઇનોર કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડતા લક્ષ્મણજી જીવાજી રાજપૂત અને જોગાજી સવાઈજી રાજપૂતના 5 એકર જમીનમાં જીરા અને મકાઈના પાકમાં પાણી ફરી વળતાં પાકોને નુકશાન થવાની ભીતિ સેવાઇ રહી છે.

જ્યારે બાલુત્રી માઇનોર કેનાલમાં પણ બુધવારની રાતે 5 ફૂટનું ગાબડું કનાભાઈ વજીરના ખેતરમાં 2 એકર જીરાના પાકમાં પાણી ફરી વળ્યાં હતા. જ્યારે ત્રીજું ગાબડું ઇઢાટાની સીમમાં પસાર થતી માઇનોર કેનાલમાં પડ્યું હતું. જ્યાં પીરજી માનસેંગજી દરબારના ખેતરમાં ગાબડું પડતાં 6 એકર ખેતી કરેલો રવીપાક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.

દોઢ માસમાં 18 કેનાલો તૂટી અને ઓવરફલો થઇ

2 જાન્યુઆરી એટા માઇનોરમાં 15 ફૂટનું ગાબડું
7 જાન્યુઆરી દિયોદરના કોતરવાડા પાસે નર્મદા માઇનોરમાં 50 ફૂટનું ગાબડું
17 જાન્યુ. સ્પ્રેડા ડિસ્ટ્રીબ્યુટરી ઢીમા માર્કેટ પાસે લીકેજ
19 જાન્યુઆરી રડકા માઇનોર ઓવરફ્લો
20 જાન્યુઆરી રાછેણા માઇનોર ઓવરફ્લો
21 જાન્યુ. ઉચપા માઇનોર કેનાલમાં 7 ફૂટનું ગાબડું
22 જાન્યુ. થરાદમાં ભોરોલ-ઘંટીયાળી કેનાલમાં 20 ફૂટનું ગાબડું
23 જાન્યુઆરી રડોસણ કેનાલમાં 10 ફૂટનું ગાબડું
26 જાન્યુ. ગોલગામ માઇનોર-3માં ભંગાણ
28 જાન્યુઆરીએ વાવના આકોલીની સીમમાં બાલુત્રી કેનાલમાં 10 ફુટનું ગાબડું
30 જાન્યુ. રાછેણા કેનાલમાં 20 ફૂટનું ગાબડું
5 ફેબ્રુ.એ વાવના ઢેરીયાણામાં કેનાલમાં 20 ફૂટનું ગાબડું
5 ફેબ્રુઆરીએ વાવના અરજણપુરા સીમમાં કેનાલમાં 20 ફૂટનું ગાબડું
5 ફેબ્રુ.એ કુંડાળીયા માઇનોર કેનાલમાં 50 ફૂટનું ગાબડું
7 ફેબ્રુ.એ થરાદના કાસવી કેનાલમાં 60 ફૂટનું ગાબડું
7 ફેબ્રુ.એ વાવના દૈયપ કેનાલમાં 50 ફૂટનું ગાબડું
15 ફેબ્રુ.એ વાવની રામપુરા માઇનોર કેનાલ ઓવરફ્લો
18 ફેબ્રુઆરીએ સુઇગામની બેણપ કેનાલમાં 10 ફૂટનું ગાબડું


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!