પાલનપુર મુકામે કલેકટરશ્રી સંદીપ સાગલેના અધ્યસ્થાને જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઇ

- Advertisement -
Share

જેસોર અભ્યારણ્યને ટુરીઝમ પ્‍લેસ તરીકે વિકસાવવા ચર્ચા કરાઇ

પાલનપુર મુકામે બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઇ હતી.બેઠકમાં જિલ્લાના પ્રવાસન અને યાત્રાધામના પ્રોજેક્ટ માટે ઐતિહાસિક, ધાર્મિક અને પુરાતત્વની દ્રષ્‍ટીએ મહત્વ ધરાવતા તેમજ પ્રવાસીઓ અને યાત્રાળુઓ વધારે સંખ્યામાં આવતા હોય તેવા સ્થળોને વિકસાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

જેસોર અભ્યારણ્યને ટુરીઝમ પ્‍લેસ તરીકે વિકસાવવા બેઠકમાં ચર્ચા કરાઇ હતી. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા અત્યારે વાવ તાલુકાના ઢીમા ધરણીધર ખાતે રૂ. ૫ કરોડના વિકાસકામો હાથ ધરવામાં આવ્યા છે. આ ઉપરાંત ભાભર તાલુકાના ઉજ્જનવાડા ખાતે આવેલ હરગંગેશ્વર મહાદેવ મંદિર, પાલનપુર તાલુકાનું બાલારામ અને અમીરગઢ તાલુકાના કેદારનાથ(બાલુન્દ્રા)નો ટુરીઝમ પ્‍લેસ તરીકે વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ બેઠકમાં સંસદ સભ્યશ્રી પરબતભાઇ પટેલ, ધારાસભ્યો સર્વશ્રી શશીકાંતભાઇ પંડ્યા, શ્રી શિવાભાઇ ભૂરીયા, શ્રી ગેનીબહેન ઠાકોર, શ્રી નથાભાઇ પટેલ, શ્રી મહેશભાઇ પટેલ, શ્રી કાંતિભાઇ ખરાડી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અજય દહીયા, નાયબ વન સંરક્ષકશ્રી ર્ડા. અંશુમાન શર્મા અને શ્રી બિન્દુબેન પટેલ, નિવાસી અધિક કલેકટરશ્રી એલ.બી.બાંભણીયા, પ્રાંત અધિકારી સર્વશ્રી યોગેશ ઠક્કર, શ્રી હિરેન પટેલ, શ્રી એસ. ડી. ગિલ્વા, શ્રી આર. બી. અસારી, શ્રી વી. સી. બોડાણા, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી એમ. એમ. પંડ્યા, બી.એસ.એફ.ના આસી.કમાન્ડન્ડશ્રી શ્રીજીથ સહિત  પ્રવાસન અને યાત્રાધામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!