ભૂજ જીલ્લાના માંડવી તાલુકાના ગોધરા ગામના એક ફરિયાદી પાસેથી જમીનનો સર્વે નંબર માપણી કરાવવા માટે એક સર્વેયર સહીત અન્ય એક શખ્સે રૂ. 4,000ની માંગણી કરી હતી. જેમાં પોતાની માલિકીની જમીનનો સર્વે નંબર માપણી કરાવવા માટે ડી.આઇ.એલ.આર માં ઓનલાઇન અરજી અને તેનું પેમેન્ટ કર્યું હતું.
જે બાદ આ કામના ફરિયાદીના સર્વેની માપણી માટે નિયુક્ત થઇ હતી. જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ના હોય તેઓએ એ.સી.બી.માં ફરિયાદ કરતાં ટ્રેપીંગ અધિકારીઓએ લાંચનું છટકું ગોઠવ્યું હતું. જેમાં એક સર્વેયર સહીત અન્ય એક શખ્સને સોમવારે આબાદ ઝડપી પાડ્યા હતા.
આ અંગેની વિગત એવી છે કે, ભૂજ જીલ્લાના માંડવી તાલુકાના ગોધરા ગામના એક ફરિયાદી પાસેથી જમીનનો સર્વે નંબર માપણી કરાવવા માટે એક સર્વેયર સહીત અન્ય એક શખ્સે રૂ. 4,000ની માંગણી કરતાં તે આબાદ ઝડપાઇ ગયા હતા. જેમાં પોતાની માલિકીની જમીનનો સર્વે નંબર માપણી કરાવવા માટે ડી.આઇ.એલ.આર.માં ઓનલાઇન અરજી અને તેનું પેમેન્ટ કર્યું હતું. જે બાદ આ કામના ફરિયાદીના સર્વેની માપણી માટે નિયુક્ત થઇ હતી. જેમાં ડી.આઇ.એલ.આર. ભૂજ આઉટ સોર્સિંગ સર્વેયર વિક્રમસિંહ બહાદુરસિંહ જાડેજા અને મઝહર હુસેન નસરૂદ્દીન અંસારીએ રૂ. 4,000 ની માંગણી કરી હતી.
જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ના હોય તેઓએ એ.સી.બી.માં ફરિયાદ કરતાં ટ્રેપીંગ અધિકારી પોલીસ ઇન્સ્પેકટર એમ. જે. ચૌધરી અને સુપર વિઝન અધિકારી મદદનીશ નિયામક-એ.સી.બી. બોર્ડર એકમ-ભૂજના કે.એચ.ગોહીલે લાંચનું છટકું ગોઠવતાં ડી.આઇ.એલ.આર. ભૂજ આઉટ સોર્સિંગ સર્વેયર વિક્રમસિંહ બહાદુરસિંહ જાડેજા અને મઝહર હુસેન નસરુદ્દીન અંસારીને સોમવારે આબાદ ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે લાંચની માંગણી કરતા અન્ય તત્વોમાં ફફડાટ ફેલાયો હતો.
From – Banaskantha Update