પોલીસની ટીમ દિયોદર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન સરદારપુરા ગામે રહેતા (1)દીપાજી દેહલાજી ઠાકોર (2) હકાજી જકસિંહજી જાતે.ઠાકોરનાઓ ભેગા મળી ભારતીય બનાવટનો વિદેશી દારૂનું વેચાણ કરે છે અને હાલમાં દિપાજી દેહલાજી ઠાકોરના રહેણાંક ઘરમાં દારૂ પડેલ છે જેની બાતમી પોલીસને મળી હતી.
બાતમીના આધારે પોલીસે રેઇડ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂ/બીયરની બોટલ નંગ 100 કિ.રૂ.10,000 નો ગેરકાનૂની અને વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારુ/બિયર રાખી ઘરે હાજર ના મળી આવતા ગુનો નોધાયો. તેના વિરુદ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ દિયોદર પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરાઈ.
From – Banaskantha Update