રાષ્ટ્રીય ખેડૂત નેતા રાકેશ ટિકેત પાલનપુર પહોંચતા ભાજપના કાર્યકર દ્વારા વિરોધ, ઝપાઝપી થઇ

- Advertisement -
Share

કિસાન નેતા રાકેશ ટિકૈત આજે ગુજરાતની મુલાકાતે છે. આબુરોડ સુધી ટ્રેનમાં આવ્યા બાદ રાકેશ ટિકૈતનો કાફલો ગુજરાતમાં પ્રવેશ્યો હતો, કાફલો જ્યાં ગયો ત્યાં તેમનું ખેડૂતો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું છે.

 

 

છાપરીથી ગુજરાતમાં પ્રવેશ્યા બાદ તેઓ શંકરસિંહ વાઘેલા સાથે અંબાજી મંદિરે ગયા હતા અને ત્યાંથી કિસાન સંવાદ રથમાં પાલનપુર પહોંચ્યા હતા. પાલનપુર પહોંચતા જ ભાજપના એક કાર્યકર દ્વારા વિરોધ કરવામાં આવતા ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. જેની પોલીસે અટકાયત કરી હતી. જે અંગે રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે, બીજેપી માટે શનિદેવ છુ હું, કાળુ કપડું આપ્યુ હોત તો માસ્ક માટે કામ આવત.

 

 

રાકેશ ટિકૈત પાલનપુર પહોંચતા ભાજપના કાર્યકર દ્વારા વિરોધ કરવા જતાં ઝપાઝપી થઈ છે. જેમાં વિરોધ કરનાર ભાજપ કાર્યકર અશોક પુરોહિતની પોલીસે અટકાયત કરી છે. કિસાન નેતા રાકેશ ટિકૈત અને શંકર સિંહ વાઘેલાનું અંબાજી, દાંતા, મોટાસડા, જાલોત્ર, ગોળામા ખેડૂતોએ સ્વાગત કર્યું છે. તેમજ પાલનપુરમાં તેઓ ખેડૂતો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો છે.

 

 

ત્યારબાદ તેઓ દાંતા થઈ પાલનપુર ખાતે પહોંચ્યા હતા. અને ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. અહીં ખાસ કરીને બનાસકાંઠા જીલ્લાની અંદર ખેડૂતોની સૌથી મોટી સમસ્યા ખેતીમાં સિંચાઈ માટે પાણીની છે અને પાણીની સમસ્યા તેમજ બટાટા જેવા મહત્વના પાકમાં પોષણક્ષમ ભાવ મળતા નથી. જેથી ખેડૂતોએ રાકેશ ટિકૈતને સમસ્યાઓ જણાવી હતી. તેમજ ખેડૂતોએ બટાટા પણ રાકેશ ટિકૈતને આપ્યા હતા. જે બટાટા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલાવી રાકેશ ટિકૈત બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની વેદના વડાપ્રધાન સમક્ષ રજૂ કરશે.

 

 

 

કિસાન નેતા રાકેશ ટિકૈત અને શંકર સિંહ વાઘેલાએ સાથે અંબાજી ખાતે અંબામાતાના દર્શન કર્યા છે. જેમાં રાકેશ ટિકૈતે જણાવ્યું છે કે ખેડૂતોના પ્રશ્નો જલ્દી હલ થાય તેવી માતાજીને પ્રાર્થના કરી છે. કિસાન નેતા રાકેશ ટિકૈત અને શંકર સિંહ વાઘેલા અંબાજીમાં દર્શન કરી કિસાન સંવાદ રથમાં બેસી દાંતા-પાલનપુર તરફ રવાના થયા હતા. જેમાં વચ્ચે ખેડૂતો દ્વારા ઢોલ નગારા સાથે સ્વાગત કર્યું હતુ.

 

 

કિસાન નેતા રાકેશ ટિકૈત ટ્રેન મારફતે રાજસ્થાનના આબુરોડ પહોંચ્યા હતા. તેમજ સાથે ખેડૂત આગેવાનો પણ જોડાયા છે. તેમજ તેમણે જણાવ્યું છે કે આખા દેશમાં ખેડૂત આંદોલન થશે. તેમજ ગુજરાતના ખેડૂતોને અન્યાય થાય છે. ખેડૂતોની સમસ્યાઓ માટે હું ગુજરાત આવ્યો છુ. કાલે બારડોલીમાં પબ્લિક મીટીંગ છે. સરકારના ત્રણ કાળા કાયદા છે તેમાં સરકાર ખેડૂતોના પાકને સસ્તામાં લુંટવાની યોજના બનાવી રહી છે. તે વાત ખેડૂતોને બતાવી છે.

 

 

ખેડૂતોના આંદોલનકારીઓ આજે ગુજરાતના પ્રવાસે છે. જે અંતર્ગત તેઓ અત્યારે ટ્રેન દ્વારા આબુરોડ આવી પહોંચ્યા હતા. જ્યાં સ્થાનિક ખેડૂતો દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાકેશ ટિકૈત ગુજરાતમાં ખેડૂતોની પરિસ્થિતિ જાણવા માટે અને પીડિત ખેડૂતોની ખેતપેદાશોના ભાવ માટે ગુજરાતમાં ખેડૂતોની મુલાકાતે છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!