કાંકરેજના ખીમાણામાં દીપડો દેખાયાનાં ફોટા વાઈરલ થતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો. ખીમાણાના પરા વિસ્તારમાં મોડી સાંજે દીપડાએ દેખા દીધા હોવાની વાતને લોકોનું સમર્થન મળી રહ્યું છે. ખીમાણામાં જંગલી જાનવરે દેખા દેતાં લોકોમાં ભયનો માહોલ.
કાંકરેજના ખીમાણામાં દેખાયી આવેલ પંજાના નિશાન ઉપરથી વન્ય પ્રાણી ચિત્તો (દીપડો) હોવાનું અનુમાન કરાઈ રહ્યું છે. લોકોની સલામતીને ધ્યાને લઇ ફોરેસ્ટ વિભાગને જાણ કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. પરા વિસ્તારમાંથી વન્ય પ્રાણી મોતીપુરા – રામપુરા તરફ ભાગ્યું હોવાનું લોકો દ્વારા જાણવા મળ્યું.
ખીમાણાના પરા વીસ્તારમાં મોડી રાત્રે જંગલી જાનવરે દેખા દેતાં તેના પંજાના નિશાન પરથી તપાસ દરમ્યાન વહેલી સવારે દીપડાનું પગેરૂ જશાલી તરફ મળ્યું.
From – Banaskantha Update