ડીસા તાલુકાની શેરપુરાના જાગૃતિ વિદ્યાલયમાં ખેલ મહાકુંભ અંતર્ગત તાલુકા કક્ષાની એથ્લેટીક્સ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં ડીસા તાલુકામાંથી 700 થી પણ વધુ રમતવીરોએ શનિવારે યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.
ડીસામાં આવેલા શેરપુરાના જાગૃતિ વિદ્યાલયમાં તાલુકા કક્ષાની એથ્લેટીક્સ સ્પર્ધા યોજાઇ હતી. વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે રમત-ગમત વિશે જાણતા થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે.
રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ખેલ મહાકુંભ અંતર્ગત અનેક રમતોનું શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખેલ મહાકુંભ-2022 નું ઉદ્દઘાટન કરી ખેલ મહાકુંભને ખુલ્લો મૂક્યો હતો. જેના અંતર્ગત ડીસા તાલુકામાં ખેલ મહાકુંભની શરૂઆત કરાઇ છે.
જેમાં ડીસા તાલુકાના શેરપુરામાં આવેલી જાગૃતિ વિદ્યાલય સ્કૂલમાં તાલુકા કક્ષાની એથ્લેટીક્સ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં ડીસા તાલુકામાંથી વિવિધ શાળાના 700 થી પણ વધુ રમતવીરોએ ભાગ લીધો હતો. સૌપ્રથમવાર તાલુકા કક્ષાની એથ્લેટીક્સ સ્પર્ધા યોજાતાં વિદ્યાર્થીઓમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
કોરોના વાયરસની મહામારીના 2 વર્ષ દરમિયાન સરકાર દ્વારા ખેલ મહાકુંભનું આયોજન બંધ કરાયું હતું. જેના કારણે રમતવીરોમાં ખેલ મહાકુંભ બંધ રહેતાં નિરાશા જોવા મળી હતી.
ત્યારે આ વર્ષે કોરોના વાયરસની મહામારી ઓછી થતાંની સાથે જ રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ-2022 નું 2 વર્ષ બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્દઘાટન કરાયું હતું.
જેના કારણે રમતવીરોમાં આનંદની લહેર પ્રસરી હતી. જ્યારે 2 વર્ષ બાદ ડીસાના શેરપુરામાં ખેલ મહાકુંભ-2022 અંતર્ગત પ્રથમવાર એથ્લેટીક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવતાં વિવિધ રમતોમાં 700 થી વધુ વિદ્યાર્થીઓએ મેદાન પર ખેલ દિલીપૂર્વક આનંદની લાગણી સાથે રમત રમતા જોવા મળ્યા હતા.
From-Banaskantha update