બનાસકાંઠા જીલ્લાની દીકરીઓ હવે તલવાર બાજી, લાકડી અને કરાટે દ્વારા પોતાનું સ્વ રક્ષણ મેળવે તે માટે પાલનપુરના એક ગામડાની મહીલાએ પાલનપુર સહીત જીલ્લામાં નિઃશુલ્ક તાલીમ શરૂ કરી છે. જેમાં 100 થી વધુ દીકરીઓ જોડાઇ હતી.
પાલનપુર તાલુકાના ટાકરવાડા ગામની અને હાલમાં ભટામલ અને આકેડી ગામમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતી હીરલબેન ચૌધરીને એક વિચાર આવ્યો કે, દેશમાં દીકરીઓ પર અવાર-નવાર બળાત્કાર અને દુષ્કર્મની ઘટનાઓ રોજીંદા સામે આવતી હોય છે.
જેને લઇ બનાસકાંઠા જીલ્લાની દીકરીઓ પોતાનું સ્વ રક્ષણ મેળવે તે માટે ટાકરવાડા ગામમાં તલવાર બાજી અને કરાટે શિખવાડવાની શરૂઆત કરી હતી.
જે બાદ હવે પાલનપુરના શિવનગર સોસાયટીમાં નિઃશુલ્ક સેવા શરૂ દીધી છે. જે બાદ હવે જીલ્લાના અન્ય તાલુકામાં પણ નિઃશુલ્ક સેવા આપવામાં આવશે. તાલીમમાં નરેશ પ્રજાપતિ નામના કોચ તમામ દીકરીઓને કરાટે શિખવાડી રહ્યા છે.
આ અંગે ટાકરવાડા ગામની હીરલબેન ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘ટાકરવાડા, પાલનપુર શિવનગર, સિલ્વર બેલ્સ સ્કૂલ, ધાણધા, રાજારામ ગુરૂકુળ અને વડગામ સહીત અન્ય તાલુકામાં પણ દીકરીઓને તલવાર બાજી, કરાટે અને લાકડી સહીત અન્ય તાલીમ આપવામાં આવે છે.’
પાલનપુર શિવનગર સોસાયટીમાં ચાલતી નિઃશુલ્ક સોસાયટીમાં આજુબાજુની ઝૂંપડપટ્ટીની દીકરીઓ તાલીમ આવે છે અને ખૂબ સારી રીતે તાલીમ મેળવી રહી છે.
From-Banaskantha update