ભાભરના ચલાદર નજીક બાઈક સાથે અથડાયેલા આખલાનું શિંગડું છાતીમાં ઘૂસતાં યુવકનું મોત

- Advertisement -
Share

 

ભાભરના ચલાદર ગામ નજીક આખલા સાથે બાઇક અથડાતાં એક ભાઇનું મોત નિપજ્યું હતું. જ્યારે બીજાને ઈજાઓ થવા પામી હતી. ચાત્રા ગામના બંને ભાઈઓ ભાભરમાં આવેલી પોતાની ગેરેજ વધાવી ઘરે જતા હતા ત્યારે આ અકસ્માત નડયો હતો.

 

આ અંગેની વિગત એવી છે કે, ભાભર તાલુકાના ચાત્રા ગામના વિપુલભાઈ જેસુંગભાઈ માળી અને દિનેશભાઈ જેસુંગભાઈ માળી પોતાનું ગેરેજ વધાવી બાઈક નં. જીજે-08-સીઇ-8771 પર શનિવારે સાંજે પોતાના ઘરે જઈ રહ્યા હતા.

 

ત્યારે ચલાદર ગામની સીમમાં ગેમરભાઈ માળીના ખેતર સામે રોડ ઉપર બાઈક અચાનક આખલા સાથે અથડાયું હતું. અકસ્માતમાં આખલાનું શિંગડું વિપુલભાઈની છાતીમાં ઘૂસી જતાં ગંભીર ઈજાઓ થઈ હતી.

 

જેમને ભાભરથી રાધનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડતાં રસ્તામાં મોત નિપજ્યું હતું. જ્યારે દિનેશભાઈને ઇજાઓ થવા પામી હતી. આ અંગે ભાભર નવાના પ્રકાશભાઈ માનસુંગભાઇ માળીએ ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!