દીકરીને પરત મેળવવા પિતાએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા : લગ્ન વિધી થઈ નથી અને માત્ર પૂજારી અને સાક્ષીને સહી કરીને લગ્ન કર્યા છે

Share

પ્રત્યક્ષ રીતે લગ્ન ન કરાવી, કાગળ પર પૂજારી અને સાક્ષીઓની સહી લઈને લગ્ન કરવાનો મામલો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો છે. દીકરીના પિતાએ આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ કરી દીકરીને પરત મેળવવા હાઇકોર્ટનો સહારો લેવો પડયો છે. કોર્ટે આ મામલે લગ્ન કરનાર યુવક, યુવતી અને સ્થાનિક પોલીસ સ્ટેશનના પી.આઈ., ડી.એસ.પી.ની સામે નોટીસ ઈશ્યુ કરી છે. આ મામલે આગામી તા. 22 ઓક્ટોબરે તમામને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.

[google_ad]

મહેસાણા જીલ્લાના ઉંઝામાં રહેતાં યુવક-યુવતીએ તા. 27 મી જુલાઈ 2021 ના રોજ લગ્ન કર્યા હતા. પરંતુ આ પ્રક્રીયામાં માત્ર કાગળ પર સહી કરાવીને લગ્ન કર્યા હોવાનો દાવો અરજદારના વકીલે કર્યો છે. અરજદારના વકીલે કોર્ટ સમક્ષ દલીલ કરી છે કે, ધાનેરાના મંદિરમાં જ આ બંને યુવક-યુવતી લગ્ન કર્યા હતા. ત્યાં પૂજારી અને બે સાક્ષીઓની માત્ર સહી લેવામાં આવી હતી પરંતુ સપ્તપદી કે અન્ય કોઈપણ પ્રકારની રીત-રીવાજ પ્રમાણે લગ્ન વિધી અનુસરવામાં આવી ન હતી.

[google_ad]

advt

આ બાબતે અરજદારે લગ્ન સ્થળ પર પહેલાં પૂજારી અને અન્ય બે સાક્ષીઓનું સોગંદનામું પણ કોર્ટ સમક્ષ રજૂ કર્યો છે. જેમાં તેમને સ્વીકાર્યું છે કે, તેમની સામે કોઇ પણ પ્રકારની લગ્નની વિધી કરવામાં આવી નથી માત્ર સહી જ લેવામાં આવી હતી.

[google_ad]

 

અરજદારે આ મામલે ઉંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી હતી. સાથે સાથે ગુજરાત હાઇકોર્ટની મદદથી પોતાની દીકરીને પરત મેળવવા માટે હેબિયસ કોર્પસની મદદ લેવી પડી છે. પિતાનો દાવો છે કે, યુવકે તેમની દીકરીને ફોસલાવીને અને પ્રેમજાળમાં ફસાવીને પ્રેમ લગ્ન કર્યા તો છે પરંતુ માત્ર તે માત્ર કાગળ પર સહી કરાવીને કર્યા છે.

 

From – Banaskantha Update


Share