બે મહિનાથી શિલ્પા શેટ્ટીનો પતિ તથા બિઝનેસમેન રાજ કુંદ્રા મુંબઈની ભાયખલા જેલમાં બંધ હતો. બે મહિના બાદ 20 સપ્ટેમ્બરના રોજ રાજને 50 હજારના બોન્ડ પર સેશન્સ કોર્ટે જામીન મંજૂર કર્યા છે.
[google_ad]
આજે 21 સપ્ટેમ્બરએ રાજનો જેલમાંથી છુટકારો થયો હતો. રાજ જ્યારે જેલમાંથી બહાર આવ્યો ત્યારે મીડિયા તથા લોકોની ભીડ ઊમટી હતી.
[google_ad]
રાજ કુંદ્રા છેલ્લે ઓગસ્ટમાં કોર્ટમાં હાજરી આપવા આવ્યો ત્યારે જોવા મળ્યો હતો. હવે જ્યારે જામીન મળ્યા બાદ જેલમાંથી બહાર આવ્યો ત્યારે ગ્રે ટી-શર્ટ, ડેનિમ, બ્લેક માસ્ક તથા કપાળ પર લાંબો ચાંદલો કર્યો હતો.
[google_ad]
રાજના વાળ એકદમ અસ્તવ્યસ્ત જોવા મળ્યા હતા અને લાંબી સફેદ દાઢી હતી.
[google_ad]
જેલમાંથી રડમસ ચહેરે રાજ કુંદ્રા પોતાની કાર સુધી આવ્યો ત્યારે મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા. પોલીસ પ્રોટેક્શન સાથે રાજને તેની કાર સુધી લઈ જવામાં આવ્યો હતો.
[google_ad]
કારમાં બેઠા બાદ રાજે રાહતનો દમ લીધો હતો. તેણે પોતાના બંને હાથ માથા પર મૂકીને હાશકારો અનુભવ્યો હતો.
View this post on Instagram
[google_ad]
દીકરા વિઆને ગણપતિ સેલિબ્રેશનની તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘ગણેશજીની સૂંઢ જેટલું લાંબું જીવન હોય, તેમના ઉંદર જેટલી નાની મુશ્કેલીઓ હોય, મોદક જેવી મીઠી ક્ષણો હોય, ગણપતિ બાપ્પા મોર્યા…!’
From – banaskantha Update