બનાસકાંઠાના ડીસામાં બટાકાની ખેતી કરતાં ખેડૂતોએ શુક્રવારે નાયબ કલેક્ટર અને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. બટાકાનો સંગ્રહ કરતાં કોલ્ડ સ્ટોરેજના લોન ખાતાં એન.પી. એ થતાં બેંક દ્વારા કબજા લેવામાં ન આવે તેવી માંગણી સાથે ખેડૂતોએ નાયબ કલેકટર અને મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ હતી. જા બેંકો દ્વારા જા હુકમી કરવામાં આવશે તો ખેડૂતો ભૂખ હડતાળ પર બેસવાની ચિમકી ઉચ્ચારી છે.
[google_ad]
બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી બટાકામાં વારંવાર મંદીના કારણે અનેક ખેડૂતો અને વેપારીઓને મોટું નુકશાન થયું છે. તેમાંથી કોલ્ડ સ્ટોરેજના માલિકો પણ બાકાત રહ્યા નથી. આ કોલ્ડ સ્ટોરેજ માલિકોના લોન ખાતાં એન.પી. એ થતાં બેંકો દ્વારા હવે કોલ્ડ સ્ટોરેજનો કબજા લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પરંતુ આ વર્ષે બટાકાનું મબલખ ઉત્પાદન થતાં મોટાભાગના કોલ્ડ સ્ટોરેજ હાઉસફૂલ થઇ ગયા છે. જ્યારે બીજી તરફ જે કોલ્ડ સ્ટોરેજમાં બટાકા મૂકવામાં આવ્યા છે. એવા પણ કેટલાંકને બેંક દ્વારા સીલ મારવા અને કબજા લેવાની કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી મળતાં કોલ્ડ સ્ટોરેજમાં જે ખેડૂતોના બટાકા પડ્યા છે તે ખેડૂતો ચિંતામાં મૂકાઇ ગયા છે.
[google_ad]
એક તરફ વારંવાર મંદીને કારણે ખેડૂતોને મોટું નુકશાન થયું છે. તો બીજી તરફ હવે સ્ટોરેજમાં બટાકા પડ્યા હોય અને બેંક દ્વારા કાર્યવાહી કરવામાં આવે તો ખેડૂતોને પડતાં પર પાટુ જેવો ઘાટ થાય તેવી સ્થિતિ સર્જાશે. વળી અત્યારે ગરમીની સિઝનમાં અને જો બટાકા એક સ્ટોરેજમાંથી બીજા કોલ્ડ સ્ટોરેજમાં ટ્રાન્સફર કરવામાં આવે તો પણ બટાકા બગડી જવાની સંભાવના વધી જાય છે.
[google_ad]
તેવામાં એન.પી.એ થયેલા સ્ટોરેજ માલિકોને રાહત આપવામાં આવે અને નવેમ્બર અને ડીસેમ્બર માસ સુધી તેમની સામે કાર્યવાહી અટકાવવામાં આવે તેવી માંગ સાથે શુક્રવારે ખેડૂતોએ નાયબ કલેકટર અને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. જો તેમ છતાં પણ બેંક દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તો ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચિમકી પણ ઉચ્ચારી છે.
From – Banaskantha Update