ડીસાની વૃદ્ધાના ફોટા સબંધિત કચેરીઓમાં મૂકી તંત્રએ પરિવારની શોધખોળ હાથ ધરી

- Advertisement -
Share

ડીસામાં કોઇ પરિવારે એક વૃધ્ધાને રાત્રે કચરાના ઢગલામાં ફેંકી દીધી હતી. જેને હિંદુ યુવા સંગઠન દ્વારા બચાવી લઇ ડીસા અને ત્યાંથી પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં હવે સરકારી તંત્ર આ વૃધ્ધાની વ્હારે આવ્યું છે. સમાજ કલ્યાણ વિભાગ દ્વારા વૃધ્ધાનો ફોટો સબંધિત વિભાગોમાં મોકલી તેના પરિવારજનોની શોધખોળ આદરવમાં આવી છે. હવાઇ પિલ્લર વિસ્તારમાં નવા બગીચા નજીક કચરાના ઢગલામાં કોઇ વૃધ્ધાને તેના પરિવારજનો બે દિવસ અગાઉ રિક્ષામાં મુકીને જતા રહ્યા હતા.

 

 

ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાંથી વધુ સારવાર અર્થે પાલનપુર લવાઇ હતી. જ્યાં પાલનપુર જન સેવા એજ પ્રભુ સેવા સંસ્થાના જયેશભાઇ સોની, બનાસ એન. પી. પ્લસ સંસ્થાના નરેશભાઇ સોનીએ આ માજીને ટ્રોમા સેન્ટરમાં દાખલ કરાવી સારવારની સધળી જવાબદારી ઉઠાવી હતી. જેઓ સતત ટ્રોમા સેન્ટરના તબીબો સાથે સંપર્કમાં રહી તબિયતની પૃચ્છા કરી રહ્યા છે.

 

 

દરમિયાન સોમવારે સરકારી તંત્ર આ વૃધ્ધાની વ્હારે આવ્યું હતુ. આ અંગે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મનિષભાઇ જોષીએ જણાવ્યું હતુ કે, પાલનપુર ટ્રોમા સેન્ટરમાં સારવાર હેઠળ રહેલા કમળાબેનની તબિયત સુધારા ઉપર છે. તેમનો ફોટો સમાજ સુરક્ષા વિભાગ સહિત સબંધિત વિભાગોમાં મોકલવામાં આવ્યો છે. જેના થકી વૃધ્ધાના પરિવારજનોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!