ડીસામાં હાઇવે પર ટ્રક અને ફોર્ચ્યુનર ગાડીનો સર્જાયો અકસ્માત:સદનસીબે મોટી જાનહાનિના ટળી
બનાસકાંઠા જિલ્લામાં ધીરેધીરે વાહન વ્યવહારમાં વધારો થઇ રહ્યો છે તો બીજી તરફ અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે.
રવિવારે ડીસામાં નેશનલ હાઇવે પર વિશ્વકર્મા મંદિર નજીક ફોર્ચુનર ગાડીને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી હતી.
એડવોકેટ કૈલાશ ગેલોત ફોર્ચ્યુનર ગાડી લઈને પસાર થઈ રહ્યા હતા તે સમયે અચાનક ટ્રક ચાલકે તેમની ગાડીને અડફેટે લેતાં ફોર્ચ્યુનર ગાડી પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો,ગાડી ચલાવતી વખતે કૈલેશ ગેલોતે સીટ બેલ્ટ બાંધેલ હોઈ જેના કારણે ગંભીર અકસ્માતમાં થયો મોટો બચાવ.
ડીસાના જાણીતા એડવોકેટ કૈલાસ ગેલોતને ગાડી અને ટ્રક વચ્ચે ડીસા વિશ્વકર્મા મંદિર નજીક અકસ્માત સર્જાતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. જોકે, ટ્રક ચાલકે ફોરચુનર ગાડી અડફેટે લેતા વકીલની ગાડી પલટી ખાઈ ગઈ હતી અને ગાડીને મોટાભાગે નુકસાન પહોંચ્યું હતું. એકવોકેટ કૈલાસ ગેલોત સ્થાનિક લોકોએ ગાડીમાંથી હેમખેમ બહાર નિકાળ્યા હતા. અકસ્માતમાં સદનસીબે જાનહાની ટળી હતી.
અકસ્માતનાં અમાચાર મળતાં માળી સમાજના લોકો તેમજ પાર્ટીના નેતાઓ કૈલાશ ગેલોતનાં સમાચાર લેવા દોડી આવ્યા હતા. અને મળતી માહિતી મુજબ અકસ્માતમાં મોટીજાનહાની ટળી છે અને ગાડી સામાન્ય ઈજાઓ પહોચી હતી.