ડીસામાં રૂ. 2 કરોડમાં બનેલા બગીચા પાછળ વધુ રૂ. 25 લાખ ખર્ચી 2 માસ પછી ખુલ્લો મૂકાશે

- Advertisement -
Share

નગરપાલિકા દ્વારા શ્રી સરકાર જમીનમાં બગીચો બનાવતાં કલેકટરે સ્ટે આપ્યો હતો : સરકારી જમીનમાં મંજૂરી વિના બનાવેલો બગીચો બંધ કરાવતાં બિસ્માર હાલત થઇ ગઇ હતી

 

ડીસામાં નગરપાલિકા દ્વારા રૂ. 2 કરોડ ઉપરાંતના ખર્ચે બનેલા અને વિવાદમાં સપડાયેલ નાનાજી દેશમુખ બાગ નષ્ટ બનતાં ઉજ્જડ અને વેરાન બન્યો છે.
સરકાર દ્વારા સ્ટે ઉઠાવી લેવાતાં હવે બગીચો નગરજનો માટે ખુલવાની આશા બંધાઇ છે. નગરપાલિકાના પ્રમુખે 2 માસમાં બગીચો ખુલ્લો કરી દેવાની જાહેરાત કરી છે. તંત્ર દ્વારા ફરી રૂ. 25,00,000 થી 30,00,000 નો ખર્ચ કરી શરૂ કરાશે.

 

ડીસાના નવનિયુક્ત ધારાસભ્ય અને નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ પ્રવિણભાઇ ગોરધનજી માળી વખતના વર્ષ-2018 માં ડીસાના હવાઇ પિલ્લર સામે આવેલી શ્રી સરકાર જમીનમાં રૂ. 2 કરોડ ઉપરાંતના ખર્ચે અદ્યતન સુવિધાઓ ધરાવતા નાનાજી દેશમુખ બાગ તૈયાર કરવામાં આવ્યો હતો.
જો કે, બગીચાનું લોકાર્પણ થાય તે અગાઉ જ બગીચો શ્રી સરકાર જમીનમાં બન્યો હોવાથી વિવાદમાં સપડાયો હતો અને જીલ્લા કલેકટર દ્વારા સ્ટે આપતાં બગીચાને બંધ કરી દેવામાં આવ્યો હતો. જો કે, સ્ટે હોવા છતાં કેટલાંક નગરજનોએ મોડી સાંજે બગીચા પહોંચી જઇ જનતાએ જ લોકાર્પણ કર્યું હતું.

 

જો કે, તત્કાલીન નગરપાલિકા પ્રમુખ પ્રવિણભાઇ માળી અને તત્કાલીન ધારાસભ્ય શશીકાન્તભાઇ પંડયા વચ્ચે ચાલતાં ગજગ્રાહને કારણે બગીચો સતત 5 વર્ષ સુધી વિવાદમાં રહેતાં કરોડોના ખર્ચે બનેલ બગીચો આજે ઉજ્જડ વેરાન બની ગયો છે.
આ અંગે ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કરે જણાવ્યું હતું કે, ‘નાનાજી દેશમુખ બગીચાને શરૂ કરવા માટે અત્યારથી જ કામગીરી શરૂ કરાઇ છે અને રૂ. 25,00,000 થી 30,00,000 ના ખર્ચે આગામી 2 માસમાં બગીચાની સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરીને નગરજનો માટે ખુલ્લો મૂકવામાં આવશે.’

 

ડીસા નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ નાનાજી દેશમુખ બાગ છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં પડેલ હોવાથી બાળકો માટે મૂકવામાં આવેલ રમત-ગમતના સાધનો તૂટી જતાં અને ખંડેર બનતાં નષ્ટ થઇ ગયા છે.

 

વિવાદાસ્પદ બગીચામાં લોકોને અંદર જવાની મનાઇ ફરમાવવામાં આવી હતી. તે દરમિયાન સાર સંભાળના અભાવે ઘાસ ઉગી નીકળ્યું હતું. જો કે, થોડા સમય અગાઉ જ બગીચામાં આગ ભભૂકી ઉઠતાં ફૂલછોડ સહીત બળીને ખાખ થઇ ગયા હતા.

 

ડીસાની જનતા માટે બનાવવામાં આવેલ બગીચો છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં હતો. ત્યારે નગરજનોને ફરવા માટે ઉપયોગ સારૂ બગીચાના દ્વાર ખોલવા માટે આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા અને હાઇકોર્ટે પણ બગીચો ખુલ્લો મૂકવા માટે ગુજરાત સરકારને આદેશ કર્યો હતો.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!