ડીસાના નાના સમૌ નજીક ગાય પર ધારીયા વડે હુમલો કરતાં ચકચાર

- Advertisement -
Share

બંને પગે ગંભીર ઇજાગ્રસ્ત ગાયને સારવાર અર્થે ગૌશાળામાં ખસેડાઇ

 

ડીસા તાલુકાના નાના સમૌ ગામ નજીક ગાય પર અજાણ્યા શખ્સોએ ધારીયા વડે હુમલો કરતાં ચકચાર મચી ગઇ છે.
આ ઘટનાને પગલે ગૌરક્ષકોએ ઇજાગ્રસ્ત ગાયને એમ્બ્યુલન્સ વાન મારફતે સારવાર અર્થે ગૌશાળામાં ખસેડાઇ હતી. જયારે હુમલો કરનાર અજાણ્યા શખ્સો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના નાના સમૌ ગામ નજીક ગંભીર હાલતમાં એક ગાય કણસી રહી હોવાનું માલૂમ પડતાં જ આજુબાજુના લોકો એકત્ર થઇ ગયા હતા.

આ બનાવની જાણ થતાં જ ગૌરક્ષકો પણ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યાં તપાસ કરતાં અજાણ્યા શખ્સોએ ધારીયા વડે ગાયના બંને પગ પર હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.
જેમાં બંને પગની નસ કપાઇ જતાં લોહી લુહાણ હાલતમાં ગાય કણસી રહી હતી. તરત જ ગૌરક્ષકો અને સરપંચે ઇજાગ્રસ્ત ગાયને સારવાર અર્થે એમ્બ્યુલન્સ વાન મારફતે ગૌશાળામાં ખસેડી હતી.
પ્રાથમિક સારવાર આપ્યા બાદ ગાયને વધુ સારવાર અર્થે પાટણ નજીક આવેલી ખીલપુર ગૌશાળામાં ખસેડી હતી. જ્યારે હુમલો કરનાર અજાણ્યા શખ્સો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી.

 

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!