બનાસકાંઠાથી મુંબઇ, સુરત અને નવસારી જવા વાહનોના ભાડા ડબલ

- Advertisement -
Share

લકઝરી બસમાં મુંબઇ જવા રૂ. 1500-2000 થી ભાડું ખર્ચવા છતાં હાઉસફૂલ

 

વેકેશન પૂર્ણ થતાં શહેરોમાંથી દિવાળીની રજાઓમાં વતન આવેલા હજારો પરિવારોએ હવે ફરી કર્મભૂમિની વાટ પકડી છે.
દિવાળી પહેલાં જ્યાં ગ્રામ્ય વિસ્તારોમાં વાહનો આવવા માટેનું ટ્રાફીક હતું ત્યાં હવે મોટા શહેરો તરફ જવા માટેનું ટ્રાફીક વધ્યું છે.

 

સૂઇગામ, વાવ, થરાદ અને ધાનેરા સહીતના ગામોમાંથી વતનમાં આવેલા પરિવારો વતનની વાટ છોડી રહ્યા છે.

 

જેને લઇને અંતરીયાળ ગામમાંથી પ્રાઇવેટ વાહનો હજારોની સંખ્યામાં મોટા શહેરો તરફ જઇ રહ્યા છે. બીજી બાજુ લકઝરી બસોના ભાડા પણ ડબલ થઇ ગયા છે.

 

પાલનપુરમાં 400 થી વધુ પરિવારો દિવાળી મનાવવા વતન આવ્યા હતા. જેવો પણ લક્ઝરી અને ટ્રેન મારફતે મુંબઇ, સુરત અને નવસારી જવા માટે પાછલા 2-3 દિવસથી જઇ રહ્યા છે.
પાલનપુર રેલ્વે સ્ટેશન પર મંગળવારે રાત્રે બિકાનેર થીબાંદ્રા જઇ રહેલી ટ્રેનમાં જવા પાલનપુરના સેકડો પરિવારો આવી પહોંચ્યા હતા જેમણે જણાવ્યું હતું કે, ‘આ દિવાળીએ અમારું આખું પરિવાર 7 દિવસ એક રસોડે જમ્યું હતું. આ દિવસો યાદગાર રહ્યા છે.’

 

પાલનપુર રેલ્વે સ્ટેશન પરના ટીકીટ બારી પર 2 દિવસથી તત્કાલ ટીકીટ માટે આંટાફેરા મારતાં પરિવારે જણાવ્યું હતું કે, ‘નવસારી જવા માટેની તત્કાલ ટીકીટ માટે આવ્યો છું. પરંતુ 2 દિવસથી મેળ પડતો નથી. સવારે આવું છું પરંતુ ખૂબ મોટી લાઇન હોય છે.’

 

આ અંગે રેલ્વે સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘કેટલાંક દિવસોથી મુંબઇ, સુરત અને નવસારી તરફ જવા માટેની ખૂબ જ પ્રમાણમાં ઇન્કવાયરી આવી રહી છે પરંતુ તત્કાલ ટીકીટ માટેની વિન્ડો મર્યાદિત સમય માટે હોવાથી રાત્રિના સમયે લાઇનમાં લાગી જવું પડે છે.’

 

શહેર સામાન્ય દિવસોમાં ભાડું હાલનું ભાડું
સુરત 600 1000-1200
નવસારી 600 1000-1200
મુંબઇ 800 1500-2000

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!