અંબાજી નજીક ડમ્પીંગ સાઇડમાં 3 દિવસથી સતત આગ ભભૂકી ઉઠતાં લોકોમાં દોડધામ

- Advertisement -
Share

ડમ્પીંગ સાઇડ પર આગ લાગવાના કારણે ઝેરીલા ધૂમાડાથી લોકોને શ્વાસ લેવામાં તકલીફો પડી રહી છે

 

યાત્રાધામ અંબાજીમાં નવરાત્રિ દરમિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અંબાજી પહોંચ્યા હતા. ત્યારે માઁ અંબાના ચરણે શિશ નમાવી આશિર્વાદ મેળવ્યા હતા.
ત્યારે વડાપ્રધાનની જનસભા પણ અંબાજીના ચીખલામાં યોજાઇ હતી. ત્યારે અંબાજીથી ચીખલા માર્ગ પર આવેલા કૈલાશ ટેકરી નજીક ડમ્પીંગ સાઇડ બંધ કરી દેવાઇ હતી. આ ડમ્પીંગ સાઇડને અંબાજીના જૂના નાકા વિસ્તાર નજીક બનાવવામાં આવી હતી.

હાલમાં અંબાજીના જૂના વિસ્તાર નજીક આવેલા ડમ્પીંગ સાઇડ પર 3 દિવસથી દરરોજ આગ લાગવાની ઘટના સામે આવી રહી છે. જેને લઇને આજુબાજુમાં વસવાટ કરતાં લોકોને ધૂમાડાના કારણે તેમના સ્વાસ્થ્ય પર અસર થઇ રહ્યી છે.
હાલમાં આ ડમ્પીંગ સાઇડ પર આગ લાગવાના કારણે ઝેરીલા ધૂમાડાથી લોકો ખૂબ જ પરેશાન છે. સાથે તેમને શ્વાસ લેવામાં પણ તકલીફો પડી રહી છે. તંત્ર આ સમસ્યાનું વહેલી તકે નિવારણ લાવે તેવી સ્થાનિક લોકોની માંગ છે.

 

 

 

 

From-Banaskantha update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!