ડીસામાં આપનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

- Advertisement -
Share

આપના વિધાનસભાના ઉમેદવારે રીક્ષા અને ઇકો ગાડીના વાહન ચાલકોને સરકાર બનતાં જ સમસ્યાઓનો સમાધાન કરવાની બાંહેધરી આપી

 

ડીસામાં લાયન્સ હોલમાં શુક્રવારે આમ આદમી પાર્ટીનો રીક્ષા અને ઇકો વાહન ચાલકો સાથે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડીસા બેઠકના ઉમેદવાર ડૉ. રમેશ પટેલે તેમની સમસ્યાઓ સાંભળી તેના સમાધાન કરવાની બાંહેધરી આપી હતી.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ઠેર-ઠેર સંમેલન યોજી વિધાનસભાના ઉમેદવાર ડૉ. રમેશ પટેલને મજબૂત બનાવવા પ્રયાસો થઇ રહ્યા છે.

ડૉ. રમેશ પટેલે ડીસા મત વિસ્તારમાં ગરીબ અને મધ્યમ વર્ગના રીક્ષા અને ઇકો વાહન ચાલકો સાથે સ્નેહમિલન સમારોહ યોજ્યો હતો.

 

જેમાં આપના ઉમેદવારે વાહન ચાલકોની સમસ્યાઓ અને વેદના સાંભળી તેમની સમસ્યાનું સમાધાન કરવાની ખાત્રી આપી હતી.

 

જયારે દરેક ઘર દીઠ 300 યુનિટ વીજળી મફત, ઉચ્ચ શિક્ષણ માટે આધુનિક શાળાઓ અને સુંદર આરોગ્ય સેવા વિનામૂલ્યે આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!