બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે દાંતામાં વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે એક શખ્સને ઝડપ્યો

- Advertisement -
Share

પોલીસે કુલ રૂ. 5,92,680 નો મુદ્દામાલ જપ્ત કર્યો

 

બનાસકાંઠા એલ.સી.બી. સ્ટાફની ટીમે દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી-જુગાર પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમીના આધારે એક સફેદ કલરની મારૂતિ સ્વીફટ કાર જેની આગળ-પાછળ નંબર પ્લેટ લગાડેલી નથી.
જે કારમાં વિદેશી દારૂ ભરી અંબાજીથી દાંતા તરફ જતી હતી. જે બાતમીના આધારે દાંતા પોલીસ સ્ટેશનની આગળ દાંતાથી પાલનપુર તરફ જવાના હાઇવે રોડ ઉપર નાકાબંધી કરી ગાડી રોકી તેના
ચાલક મનિષચંદ્ર મહેન્દ્રભાઇ પરમારને ઝડપ્યો હતો. જે અમીરગઢનો રહેવાસી છે. નંબર પ્લેટ વગરની મારૂતિ સ્વીફટ કારમાં ગેરકાયદેસર અને વગર પાસ પરમીટનો વિદેશી દારૂ/બિયર ટીનની નાની-મોટી
બોટલ/બિયર ટીન નંગ-672 રૂ.1,87,680 નો ભરી અને ગાડી રૂ. 4,00,000 તેમજ એક મોબાઇલ સાથે કુલ રૂ. 5,92,680 નો મુદ્દામાલની હેરાફેરી કરતાં હતા.
પોલીસે નાકાબંધી દરમિયાન ગાડીનો ચાલક મનિષચંદ્ર મહેન્દ્રભાઇ પરમારને ઝડપ્યો હતો. આ અંગે દાંતા પોલીસે શખ્સ સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!