ગૌ મંગલ યાત્રા ડીસા આવી પહોંચતા ઠેર ઠેર સ્વાગત કરાયું : દત્તશરણાનંદજી મહારાજએ ગૌ ભકતોને આશીવચન પાઠવ્યા

- Advertisement -
Share

રાજસ્થાનથી નીકળેલી ગૌ મંગલ યાત્રા શનિવારે સવારે ડીસા આવી પહોંચતા ડીસા શહેરમાં ઠેર ઠેર સ્વાગત સામૈયા કરવામાં આવ્યા હતા અને બાદમાં ડીસા માર્કેટયાર્ડ ખાતે દત્તશરણાનંદજી મહારાજે ગૌ ભકતોને આશીવચન પાઠવ્યા હતા.

રાજસ્થાન સ્થિત ગૌધામ મહાતીર્થ પથમેડાના સ્થાપક પરમ ભાગવત ગૌ ઋષિ દત્તશરણાનંદજી મહારાજ ચાતુર્માસ પ્રસંગે ગૌ મંગલ યાત્રા સાથે અમદાવાદ જઈ રહ્યાં છે ત્યારે ગૌ મંગલ યાત્રા શનિવારે સવારે ડીસા આવી પહોંચતા વિશાળ ગૌભકતોએ બાઈક રેલી દ્વારા ગૌ યાત્રાનું સ્વાગત કરી શહેરના મુખ્ય માર્ગો ઉપર પરિભ્રમણ કરતા ઠેર ઠેર વિવિધ સંસ્થાઓ દ્વારા સ્વાગત સામૈયા કરવામાં આવ્યા હતા અને ગૌમાતાના જય જયકારથી ડીસા શહેરના માર્ગો ગુંજી ઉઠ્યા હતા.


યાત્રા ડીસા માર્કેટયાર્ડમાં પ્રવેશ કરતા જ ચેરમેન માવજીભાઈ દેસાઈ, વાઈસ ચેરમેન કરશનભાઈ પટેલ, સેક્રેટરી અમૃતભાઈ જોષી તેમજ વેપારી એસોસિએશનના પ્રમુખ અરજણભાઈ પટેલ સહિત વેપારીઓ, ગુમાસ્તા અને હમાલ-તોલાટ ભાઈઓ દ્વારા યાત્રાનું ફુલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

શ્રી રાજારામ ગૌશાળા આશ્રમ ટેટોડાના રામરતનજી મહારાજને ચેરમેન માવજીભાઈ દેસાઈ, કરશનભાઈ પટેલ અને અમૃતભાઈ જોષીના હસ્તે રૂપિયા પાંચ લાખના અનુદાનનો ચેક આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે દત્તશરણાનંદજી મહારાજએ એપીએમસીમાં ઉપસ્થિત ગૌભકતોને આશીર્વાદ પાઠવ્યા હતાં.


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!