રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશતી બસમાં ચાંદીની હેરાફેરી સાથે એક શખ્સની અટકાયત કરાઇ

- Advertisement -
Share

પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો : બસમાં સવાર બીજા મુસાફરોને બીજા વાહનની સુવિધા કરી મોકલવામાં આવ્યા

 

રાજસ્થાન અને ગુજરાતના બોર્ડર પર વસેલું માઁ જગતજનની અંબાનું ધામ અંબાજી જગત વિખ્યાત છે. અંબાજી નજીક આવેલા આબુરોડ માવલ નજીકથી આબુરોડ રીકકો પોલીસે 143 કિલો ચાંદી ગેરકાયદેસર રીતે નાના પેકેટ કરી લઇ જતાં ઝડપી પાડી છે.

આ અંગેની વિગત એવી છે કે, રાજસ્થાનમાંથી ગુજરાતમાં ગેરકાયદેસર રીતે અનેકો પ્રતિબંધિત અને ગેરકાયદેસર વસ્તુઓ આવતી હોય છે.

ત્યારે ગુજરાત અને રાજસ્થાનની પોલીસ ચેકીંગ દરમિયાન ગેરકાયદેસર વસ્તુઓ ઝડપી પાડતી હોય છે. રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશતાં પહેલાં એક ખાનગી બસમાંથી 143 કિલો 264 ગ્રામ ચાંદી જેની
આશરે કિંમત રૂ. 86,00,000 છે તે આબુરોડ રીકકો પોલીસે ઝડપી પાડી હતી. 143 કિલો ચાંદીને બસના સીટ નીચે છૂપાવીને ગુજરાતમાં લાવવાની કોશિષને નાકામ કરી એક શખ્સની અટકાયત કરી વધુ તપાસ
હાથ ધરી હતી. બસમાં સવાર બીજા મુસાફરોને બીજા વાહનની સુવિધા કરી મોકલવામાં આવ્યા હતા. 143 કિલો ચાંદી સાથે બસને જપ્ત કરી હતી. આ બસ ઉત્તર પ્રદેશથી ગુજરાત જતી હોવાનું જાણવા મળ્યું હતું.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!