બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે દારૂ ભરેલી જીપ સાથે એક શખ્સને ઝડપ્યો

- Advertisement -
Share

પોલીસે કુલ રૂ. 1,44,555 નો મુદ્દામાલ જપ્ત કર્યો

 

પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુરુવારે એલ.સી.બી. પોલીસે દારૂ ઝડપી પાડયો હતો. ગાડીમાં ચોરખાનુ બનાવી દારૂ ભરી આવતાં શખ્સોમાંથી એક શખ્સને ઝડપી પાડયો છે.
એલ.સી.બી. પોલીસે 215 બોટલ દારૂ જેની કિંમત રૂ. 44,055 અને ગાડી સહીત કુલ રૂ. 1,44,555 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ અંગે એલ.સી.બી. પોલીસે એક શખ્સની અટકાયત કરી પાલનપુર તાલુકા પોલીસે શખ્સ સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં દિવાળીના તહેવાર પહેલાં એલ.સી.બી. પોલીસે દારૂની હેરાફેરી કરતાં બુટલેગરો ઉપર તવાઇ બોલાવી છે.
જેમાં બનાસકાંઠા એલ.સી.બી. પોલીસને પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એક બાતમી મળેલી કે, એક જીપ નં. GJ-02-K-4844 માં દારૂ ભરી રામપુરા વડલા તરફથી આગળ જવાની છે.
જે બાતમીના આધારે એલ.સી.બી. પોલીસ માલણ ગામથી કુંપર તરફ જતાં રોડ ઉપર નાકાબંધી કરી શંકાસ્પદ લાગતી ગાડીને રોકી હતી અને તપાસ કરતાં ગાડીની અંદર દારૂ સંતાડેલો મળી આવ્યો હતો.

 

તે દરમિયાન પોલીસને ચકમો આપી ગાડી ચાલક સહીતના નાસી છૂટ્યા હતા. પરંતુ બાજુમાં બેઠેલો શખ્સ સિકંદરકુમાર ઉર્ફે દિનેશ ઢોલી વારકા (રહે. શિરોહી, રાજસ્થાન) વાળાને એલ.સી.બી. પોલીસે ઝડપી પાડયો હતો.
પોલીસે કુલ રૂ. 1,44,555 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે શખ્સને પાલનપુર તાલુકા પોલીસને સોંપી પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!