ડીસા તાલુકામાં ગામનું 100 ટકા વેક્સિનેશન પૂર્ણ કરાવનાર સરપંચોનું સન્માન કરાયું

Share

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારને 5 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર રાજ્યમાં ‘વિકાસ દિવસ’નું આયોજન કરવામાં આવ્યું હતું.

[google_ad]

ડીસા સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરવામાં આવેલ ઑક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામા આવ્યું હતું. આ ઉપરાંત કોરોના વોરિયર્સ અને ગામનું 100 ટકા વેક્સિનેશન કરાવનાર સરપંચોનું સન્માન કરાયું હતું. કોરોના મહામારીમાં દિવસ-રાત એક કરીને જીવના જોખમે લોકોની અલગ-અલગ રીતે સેવા કરનારા આરોગ્ય કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ડીસા ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર આયોજિત વિકાસ દિવસ નિમિતે આરોગ્ય સુખાકારી કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.

[google_ad]

Advt

જેમાં 108ના સુપરવાઈઝર નિખિલ પટેલનું કોરોના જેવા સમયગાળામાં સારી કામગીરી અને 108 એમ્બ્યુલન્સ ટીમને કોરાના જેવી મહામારીમાં યોગ્ય માર્ગદર્શન પુરી પાડી તે બદલ ડીસા ખાતે સુપરવાઈઝર નિખિલ પટેલને સર્ટિફિકેટ આપીને એમની કામગીરીને બિરદાવી હતી. આ પ્રસંગે સાંસદ પરબતભાઈ પટેલ, ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા, કલેકટર આનંદ પટેલ, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.એસ.એમ.દવે, જીલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે તથા વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

 

From –Banaskantha Update


Share