ડીસામાં પ્રાથમિક શાળાઓની પરીક્ષામાં પેપરોમાં ગેરરિતી સર્જાઇ

- Advertisement -
Share

શાળાના સંચાલકોએ તાત્કાલીક ઝેરોક્ષો કરાઇને પરીક્ષા શરૂ કરાવી

 

ડીસા સહીત સમગ્ર બનાસકાંઠામાં પ્રાથમિક શાળાઓની પરીક્ષામાં સોમવારે ગેરરિતી થઇ હોવાનું બહાર આવ્યું છે.
જૂના લીસ્ટ પ્રમાણે પેપરો આવતાં અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા સામે પેપરોની વધઘટ થઇ હતી. જોકે, શાળાના સંચાલકોએ તાત્કાલીક ઝેરોક્ષો કરાઇને પરીક્ષા શરૂ કરાવી હતી.

ડીસા સહીત બનાસકાંઠા જીલ્લામાં સોમવારે પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઇ ગઇ છે. જોકે, પરીક્ષાના પ્રથમ દિવસે જ શિક્ષણ વિભાગ દ્વારા ગેરરિતી થઇ હોવાનું બહાર આવ્યું છે.
વહેલી સવારે પેપરોનું બંચ ખોલતાં જ વિદ્યાર્થીઓની સંખ્યા સામે પેપરો ઓછા પ્રમાણમાં આવ્યા હોવાનું માલૂમ પડયું હતું. જેથી શાળાના સંચાલકોએ તાત્કાલીક ટી.પી.ઓ. અને જીલ્લા શિક્ષણ અધિકારીને જાણ કરતાં જૂના લીસ્ટ પ્રમાણે પેપરો આવતાં આ ઘટના સર્જાઇ હોવાનું માલૂમ પડયું હતું.

 

બાદમાં શિક્ષણ વિભાગની સુચના મુજબ શાળાના સંચાલકોએ તાત્કાલીક ધોરણે પેપરોની ઝેરોક્ષો કરાવી વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનું શરૂ કર્યું હતું.
આ અંગે ડીસા ઇન્ચાર્જ તાલુકા કેળવણી નિરીક્ષક ભરતભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘કેટલીક શાળાઓમાં આ સમસ્યા સર્જાઇ છે અને વિદ્યાર્થીઓની સંખ્યા સામે પેપરોની વધઘટ થઇ છે.
જોકે, તરત જ આચાર્ય સાથે વાતચીત કરી સ્પેર કોપીની ઝેરોક્ષ કરાવી વિદ્યાર્થીઓને પેપરો આપ્યા હતા અને પરીક્ષાઓ શરૂ કરાવી હતી. અત્યારે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાઓ શરૂ થઇ ગઇ છે.’

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!