પાલનપુર પોલીસે અલગ-અલગ ટૂર ઉપલબ્ધ કરાવવાના બહાને છેતરપિંડી આચરનાર ગેંગના 6 શખ્સોને ઝડપ્યા

- Advertisement -
Share

પોલીસે કુલ રૂ. 1,20,000 નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી

 

લારીયા ઇન્ડીયા રીસોર્ટની મેમ્બરશીપ અને મેમ્બરોને અલગ-અલગ ટૂર ઉપલબ્ધ કરાવવાના બહાને છેતરપિંડી આચરનાર ગેંગના દિલ્હી અને ગુજરાત મળી કુલ 6 શખ્સોની પાલનપુર તાલુકા પોલીસે ઝડપી પાડયા હતા. પોલીસે કુલ રૂ. 1,20,000 નો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, લારીયા ઇન્ડીયા રીસોર્ટના નામથી હોટલ કેપલ પાલનપુરમાં ફેમિલી ડીનર માટે અલગ-અલગ વ્યક્તિઓને મેસેજ કરી અલગ-અલગ કોડ નંબર આપ્યા હતા.

 

જેથી બનાસકાંઠા જીલ્લાના ઘણા બધા લોકો ઉક્ત ફેમિલી ડીનર પ્રોગ્રામમાં હાજર રહ્યા હતા. ઉક્ત કંપની વતી રાજદીપ ગોહીલ, નિશાંત, જય, ગોપાલ અને પોપટ નામના શખ્સોએ ફેમિલી ડીનર માટે આવેલા

 

વ્યક્તિઓને લોભામણી લાલચ આપી 10 વર્ષની મુદ્દતની કંપનીની મેમ્બશીપ ઉપલબ્ધ કરાવવા અને તેના પેટે રૂ. 1,20,000 ભરવાનું પ્રલોભન આપતાં ફરિયાદી અશોકકુમાર શ્રીમાળી પાલનપુરવાળાની

 

ફરિયાદના આધારે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશને ઉક્ત લારીયા ઇન્ડીયા રીસોર્ટના સંચાલનકર્તા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

પાલનપુર તાલુકા પોલીસે ટેકનીકલ સોર્સ વડે ઉક્ત કામે સંડોવાયેલા લારીયા ઇન્ડીયા રીસોર્ટ ગૃપ બાબતે માહિતી મેળવી દિલ્હી સુધી તપાસ કરી આરોપીઓ સામે મહત્વના પૂરાવા એકત્ર કર્યાં હતા.

 

ઉકત કામે સંડોવાયેલા મનીન્દરકૌર નરેન્દ્રસિંહ ભોગલ (રહે. હરિયાણા), નરેન્દ્રસિંહ દેવેન્દ્રસિંહ ભોગલ (રહે. હરિયાણા), જય ગોરેશભાઇ રાઠોડ (રહે. ઘોઘા સર્કલ, ભાવનગર), રાજદીપસિંહ ભરતસિંહ ગોહીલ
(રહે. આનંદનગર, ભાવનગર), નિશાંત અશોકભાઇ શ્રીવાસ્તવ (રહે. કિશન કુંજ, નવી દિલ્હી) અને કવિતા રામલખન કોલી (રહે. ત્રિકમપુરી, ઇસ્ટ દિલ્લી, હાલ રહે-ગાજીયાબાદ, ઉત્તરપ્રદેશ) માં અટકાયત કરી તેમના પાસેથી આ કામની છેતરપિંડીમાં ગયેલા રોકડ રકમ રૂ. 1,20,000 ની રીકવરી કરી છે.

 

મુખ્ય આરોપી નરેન્દ્રસિંહ દેવેસિંહ ભોગલ તેમની પત્ની મનીન્દરકૌર અને કવિતા રામલખન કોલી દ્વારા ઉકત લારીયા ઇન્ડીયા રીસોર્ટ નામની કંપની ઉભી કરી લોકોને લોભામણી લાલચ આપી 10 વર્ષની
મુદ્દતની કંપનીની મેમ્બરશીપ ઉપલબ્ધ કરાવવા તેના પેટે રૂ. 1,20,000 ભરવાનું પ્રલોભન આપ્યું હતું. ગુજરાતના વિવિધ શહેરોમાં ફેમિલી ડીનરના નામે લંચ પ્રોગ્રામ રાખી લોકો પાસેથી રૂ. 1,20,000 મેળવી
લઇ ફોન બંધ કરી છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં આ રીતે છેતરપિંડી આચરવામાં માટે ગોપાલ પોપટ, જય ગોરેશભાઇ રાઠોડ અને રાજદીપસિંહ ભરતસિંહ ગોહીલની મદદ મેળવી ગુનો
આચર્યો હોવાની વિગત પોલીસ તપાસ દરમિયાન જણાઇ આવી છે. આ કામે આરોપીઓએ ગુના સિવાય અન્ય લોકો સાથે પણ આ પ્રકારની છેતરપિંડી કરી હોવા સબંધે આરોપીઓની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરાઇ છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!