ડીસાના દામામાં જાપાની કંપનીએ બનાસ બાયો સી.એન.જી. પ્લાન્ટની મુલાકાત લઇ બેઠક યોજી

- Advertisement -
Share

ડેરીના બાયો સી.એન.જી. પ્રોજેક્ટમાં મારુતિ સુઝુકી કંપનીએ કામ કરવામાં રસ દાખવ્યો : 4 સ્થાનો પર 100 ટન ગોબરની પ્રતિ દિવસની ક્ષમતા ધરાવતા પ્લાન્ટ ઉભા કરવામાં આવશે

 

જાપાનની સુઝુકી કંપનીએ બાયો સી.એન.જી. ને અનુરૂપ પોતાના વાહનો બનાવવા અને એજ વાહનોને વાહન ચાલક પોતાના ઘરે તૈયાર કરાયેલ ગોબર ગેસમાંથી ગેસ ભરી શકે તેવી વ્યવસ્થા ઉભી થઇ શકે તે માટેના રીસર્ચ અને ઇનોવેશનમાં બનાસ ડેરી સાથે કામ કરવાની ઇચ્છા દર્શાવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “વેસ્ટ માંથી વેલ્થ” મિશનને સાકાર કરતી બનાસ ડેરી ચેરમેન શંકરભાઇ ચૌધરી સાથે 5 માસ પહેલાં પણ મારુતિ સુઝુકી કંપનીના અધિકારીઓએ દામામાં આવેલા બનાસ બાયો
સી.એન.જી. પ્લાન્ટની મુલાકાત લઇ બેઠક યોજી હતી. કંપનીએ રીસર્ચ અને ઇનોવેશનમાં બનાસ ડેરી સાથે કામ કરવાની તૈયારી બતાવી છે.

 

એશિયાની સૌથી મોટી બનાસ ડેરી દ્વારા પશુઓના છાણમાંથી દેશનો પ્રથમ બાયો સી.એન.જી. પ્લાન્ટ શરુ કરવાનો જે સફળ નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે.

 

એમના આ નવતર પ્રયોગથી પ્રેરિત થઇને જાપાનની સુઝુકી કંપનીના ડીરેક્ટર અને વરિષ્ઠ અધિકારીઓએ બનાસ ડેરીના બાયો સી.એન.જી. પ્લાન્ટની મુલાકાત કરી હતી અને ચેરમેન શંકરભાઇ ચૌધરી સાથે બેઠક યોજીને સવિસ્તાર ચર્ચા કરી હતી.
5 માસમાં મારુતિ સુઝુકી કંપનીના અધિકારીઓની આ બીજી મુલાકાત છે. જે દર્શાવે છે કે, બનાસ ડેરી માત્ર ભારત જ નહી પણ વિશ્વના અન્યો દેશોને પોતાના કામથી પ્રેરિત કરી રહી છે.
પશુપાલક અને ખેડૂતોની આવક ડબલ કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના સ્વપ્નને સાકાર કરવાના પ્રયાસરૂપે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીના નેતૃત્વમાં આ સાહસ કરાયું હતું.

 

છાણમાંથી પશુપાલકોને આવક આપવાના ઉમદા અભિગમ સાથે શરુ કરાયેલા બનાસ બાયો સી.એન.જી. પ્લાન્ટ અને એમાં વપરાયેલ ટેક્નોલોજીનો સવિસ્તાર અભ્યાસ કરીને જાપાનની સુઝુકી કંપનીએ બાયો

 

સી.એન.જી.ને અનુરૂપ પોતાના વાહનો બનાવવા અને એજ વાહનોને વાહન ચાલક પોતાના ઘરે તૈયાર કરાયેલ ગોબર ગેસમાંથી ગેસ ભરી શકે એવી વ્યવસ્થા ઉભી થઇ શકે તે માટેના રીસર્ચ અને ઇનોવેશનમાં બનાસ ડેરી સાથે કામ કરવાની ઇચ્છા દર્શાવી હતી.
ગામડાઓમાં સ્વચ્છતા બની રહે અને નવિનીકરણ સ્વચ્છ ઉર્જાની પ્રાપ્તિ થાય તે હેતુ સાથે શુદ્ધ બાયો ગેસ ઉત્પન્ન કરવામાં આવે છે. જે વાહન ચલાવવા માટે ઇંધણના સ્વરૂપમાં કામ આવે છે.
એને ઉત્પન્ન કરવાના સાથે જૈવિક ખાતર બનાવવા આ પ્લાન્ટનો ઉપયોગ થાય છે. એ જાણીને સુઝુકી કંપનીના પદાધિકારીઓએ બનાસ ડેરીની પ્રશંસા કરી હતી.
જાપાનની સુઝુકી કંપનીના કેનીચીરો ટોયોફૂંકું ડીરેક્ટર સી.પી.પી. કોજીમા સાન એસ.એમ.જી. જાપાન યામાનો સાન એસ.એમ.જી. જાપાન વાઇસ પ્રેસિડેન્ટ પરિક્ષેત મૌની, મેનેજર સંજયભાઇ પઢિયાર અને મેનેજર અખિલેશ સિંહે મુલાકાત લીધી હતી.

 

તાજેતરમાં જ બાયોગેસના આયોજનથી એક સ્વચ્છ ભારતનું નિર્માણ કરવા માટે બનાસ ડેરી દ્વારા ખીમાણા, રતનપુરા-ભીલડી, રાધનપુર અને થાવરમાં ગોબર ગેસ સ્ટેશન ઉભા કરવાની કામગીરી શરુ
કરાઇ છે. જેનું ઇ-ભૂમિપૂજન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીના હાથે કરાયું હતું. આ 4 સ્થાનો પર 100 ટન ગોબરની પ્રતિ દિવસની ક્ષમતા ધરાવતા પ્લાન્ટ ઉભા કરવામાં આવશે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!