એ.સી.બી. ટીમની સફળ ટ્રેપ : ‘શિષ્યા’ મહીલા તલાટી અને ‘ગુરુ’ જ્ઞાન એકેડમી સંચાલક લાંચ લેતાં ઝડપાયા

- Advertisement -
Share

ફરિયાદીએ લાંચની રકમ ઓછી કરવાનું કહેતાં તલાટીએ કહ્યું રૂ. 10,000 ની તો હું ચંપલ પહેરું છું : રૂ. 1,00,000 ની લાંચ માટે ‘હવાલો’ પાડયો

 

નર્મદા જીલ્લાના નરખડી ગ્રામ પંચાયતની મહીલા તલાટી નીતા પટેલની રૂ. 1,00,000 ની લાંચના કેસમાં સુરત એ.સી.બી. દ્વારા ઝડપી પાડવામાં આવી છે.

આ સાથે જ લાંચની રકમ સ્વીકારનાર મહેશ આહજોલિયાને પણ ઝડપી પાડયો છે. આંગડીયા દ્વારા લાંચની રકમ સ્વીકારવાને લઇને આ કેસ હાલ ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

જોકે, ચોંકાવનારી બાબત એ છે કે, તલાટી નીતા પટેલે ગાંધીનગરમાં જ્ઞાન એકેડમીનો સંચાલક મહેશ આહજોલિયાને લાંચની રકમ લેવા માટે ગોઠવ્યા હતા. નીતા પટેલ જ્ઞાન એકેડમીમાંથી જ પરીક્ષા આપીને તલાટી બની હોવાની ચર્ચા છે.

આ અંગેની વિગત એવી છે કે, નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકાના નરખડી ગામમાં પતરાના શેડવાળી ઓરડીઓમાં વીજ મીટર લેવાનું હતું.

તે માટે નરખડી ગ્રામ પંચાયતમાં ઘર નંબર ફાળવવા અને જરૂરી મંજૂરી મેળવવા ખેડૂતે અરજી કરી હતી. તે માટે તલાટી નીતાબેન મોકમભાઇ પટેલે રૂ. 1,00,000 ની લાંચ માંગી હતી.
જ્યારે તલાટી વતી મહેશભાઇ અમૃતભાઇ આહજોલિયાએ લાંચની રકમ આંગડીયા મારફત ગાંધીનગરમાં સ્વીકારી હતી.
મહીલા તલાટીની લાંચ માંગવાની સમગ્ર ચેઇનનો પર્દાફાશ કરીને સુરત એ.સી.બી.એ મહીલા સરકારી અધિકારી સહીત ખાનગી વ્યક્તિ તરીકે મહેશ આહજોલિયાની અટકાયત કરી હતી.

નીતા પટેલે લાંચની રકમ આંગડીયા મારફત ગાંધીનગર મોકલવા કહ્યું હતું. ગાંધીનગરમાં જ્ઞાન એકેડમી ચલાવતા મહેશના નામે આંગડીયું કરવા કહેવામાં આવ્યું હતું.
લાંચની રકમના આ રીતે આંગડીયા પેઢી મારફત હવાલા પાડવામાં આવ્યાની તરકીબથી એ.સી.બી.ની ટીમ પણ ચોંકી ઉઠી હતી.
સામાન્ય અરજી માટે રૂ. 1,00,000 ની રકમ માંગનાર તલાટી નીતા પટેલને ફરિયાદીએ રકમ ઓછી કરવા માટે વિનંતી કરી હતી.
જોકે, નીતા પટેલે જણાવ્યું હતું કે, ‘હું નોકરી શોખ ખાતર કરું છું અને રૂ. 10,000 થી ઓછી કિંમતના ચંપલ પહેરતી નથી. આ રીતે ફરિયાદીને દમ મારી લાંચની રકમ ઓછી કરી ન હતી.’

 

ગાંધીનગરમાં જ્ઞાન એકેડમીનો સંચાલક મહેશ આહજોલિયા એ.સી.બી.ના હાથે લાંચ લેતાં ઝડપાયો છે. એટલે કે વિદ્યાર્થીઓને ‘જ્ઞાન’ના પાઠ મહેશ આહજોલિયા ભણાવતા હતા. ગાંધીનગર વર્ષોથી ક્લાસીસ ચલાવતા મહેશ આહજોલિયા હાલ સેક્ટર-6 માં જ્ઞાન એકેડમી ચલાવે છે.

 

મહેશ આહજોલિયા પણ સરકારી કર્મચારી જ હતો. જોકે, તેણે થોડા માસ પહેલાં જ રાજીનામું આપ્યું હોવાનું કહેવાય છે. આરોપી તલાટી નીતા પટેલ આજ એકેડમીમાંથી પરીક્ષા આપી તલાટી બની હતી. પોતાના ગુરુ મહેશને જ લાંચ લેવા માટે ગોઠવ્યો હતો.

 

તલાટી નીતા પટેલે રૂ. 1,00,000 ની લાંચની માંગી હતી. જે આંગડીયા મારફત ગાંધીનગરમાં મહેશ અમૃત આહજોલિયાને મોકલવા કહ્યું હતું. પરંતુ આ રૂપિયા આપવાના બદલે અરજદારે સુરત એ.સી.બી.માં ફરિયાદ કરી હતી.

 

એ.સી.બી. સુરત એકમના મદદનીશ નિયામક એન.પી.ગોહીલના સુપર વિઝનમાં પી.આઇ. એ.કે.ચૌહાણ ફીલ્ડ સુરતના સ્ટાફ દ્વારા જે ફરિયાદ આધારે તા. 22 સપ્ટેમ્બર રોજ છટકું ગોઠવી મહીલા તલાટી નીતા પટેલ અને તેનો સાથી મહેશ આહજોલિયાએ મોબાઇલ ફોન ઉપર રૂપિયાની લેવડ-દેવડની વાત કરી હતી.
ફરિયાદીએ રૂ. 1,00,000 ની રકમ ગાંધીનગર મહેશને મોકલી હતી. એ.સી.બી.એ ત્યારે ત્રાટકી તેને અને પછી નીતા પટેલને રાજપીપળાથી ઝડપી પાડયા હતા.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!