એ.સી.બી. ટીમની સફળ ટ્રેપ : સેનેટરી ઇન્સ્પેક્ટર લાંચ લેતાં રંગેહાથ ઝડપાયો

- Advertisement -
Share

10 વર્ષ પહેલાં પણ લાંચ લેતાં એ.સી.બી.ના હાથે ઝડપાઇ ચૂક્યા છે : રકઝકના અંતે રૂ. 3,500 અને ફરિયાદી પાસે ચાલુ માસના રૂ. 1,000 લેખે કુલ મળીને રૂ. 4,500 ની રકમ નક્કી કરી હતી

 

રાજ્યમાં રખડતાં ઢોર મામલે મ્યુનિસીપલ કોર્પોરેશનના અધિકારીઓ પર દબાણ આવતાં સી.એન.સી.ડી. વિભાગ દ્વારા ઢોર પકડવાની કામગીરીમાં ભ્રષ્ટાચાર બંધ થયો નથી.

કોર્પોરેશનના સી.એન.સી.ડી. વિભાગમાં રખડતાં ઢોર પકડવાની કામગીરી બજાવતા સેનેટરી ઇન્સ્પેક્ટર પિયુષ વ્યાસને એ.સી.બી.એ રૂ. 4,500 ની લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડયા છે.

 

આરોપી પિયુષ વ્યાસે પશુ માલિકને ઢોર પકડવાની ધમકી આપી હતી. આ ઉપરાંત તેના સબંધીને પણ ધમકી આપી અને તેની પાસે લાંચ માંગી હતી.

 

જે મામલે ઢોર માલિકે એ.સી.બી.માં ફરિયાદ કરતાં ટ્રેપ ગોઠવી તેમની અટકાયત કરાઇ હતી. આરોપી પિયુષ વ્યાસ 10 વર્ષ પહેલાં પણ લાંચ લેતાં એ.સી.બી.ના હાથે ઝડપાઇ ચૂક્યા છે.

 

આ અંગેની વિગત એવી છે કે, અમદાવાદમાં રહેતાં પશુ માલિકે એ.સી.બી.માં ફરિયાદ કરી હતી કે, તેઓ અને તેના સગા પશુપાલનનો ધંધો કરતાં હોય અને પોતાના ઢોર પોતાના વાડામાં બાંધે છે.

 

પરંતુ ઘણી વખત તેઓના ઢોરોને તેમના ઘરની આજુબાજુમાં છોડવા પડતાં હોય છે. સી.એન.સી.ડી. વિભાગમાં ફરજ બજાવતાં સેનેટરી ઇન્સ્પેક્ટર પિયુષ વ્યાસ અવાર-નવાર તેઓ અને તેમના સગાના ઢોર પકડી જવાની ધમકી આપતાં હતા.

 

ઢોર ન પકડવા માટે હપ્તાની માંગણી ફરિયાદી પાસે માસના રૂ. 1,000 અને તેના સગા પાસે માસિક રૂ. 5,00 લેખે કુલ 11 માસના રૂ. 5,500 ની માંગ કરી હતી.

 

પરંતુ રકઝકના અંતે રૂ. 3,500 અને ફરિયાદી પાસે ચાલુ માસના રૂ. 1,000 લેખે કુલ મળીને રૂ. 4,500 ની રકમ નક્કી કરી હતી.

 

પરંતુ ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય. જેથી એ.સી.બી.નો સંપર્ક કરી ફરિયાદ આપતાં કાંકરીયા વિસ્તારમાં એ.સી.બી.ની ટીમે લાંચનું છટકું ગોઠવતાં આરોપી પિયુષ વ્યાસ કુલ રૂ. 4,500 ની

 

લાંચની રકમ લેતાં રંગેહાથ ઝડપાયા હતા. આરોપી વર્ષ-2012 માં કારખાનાનું લાયસન્સ અને પાણીના નિકાલ બાબતે તેમજ આર.ટી.ઓ.ની માહિતી પૂરી પાડી કારખાનાને લગતી કોઇ નોટીસ નહીં આપવાના

 

બદલામાં રૂ. 10,000 ની લાંચ લેતાં એ.સી.બી. દ્વારા ઝડપાયા હતા. જે ગુનામાં આ આરોપી સામે નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરાઇ હતી.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!