આબુરોડની યુવતીને સોશિયલ મીડીયામાં મિત્ર બનાવી ઓનલાઇન છેતરપિંડી આચરનાર નાઇજરીયન શખ્સ અને એક મહીલાની અટકાયત કરાઇ

- Advertisement -
Share

મિત્રતા ભાવે બંને વચ્ચે ફેસબુક અને વોટ્સએપ દ્વારા વાતો થતી હતી : વિદેશથી મોંઘી વસ્તુઓ લાવવા માટે વધુ રૂપિયા પડાવવા કેસ કરવાની ધમકી આપી

 

આબુરોડની એક મહીલાને ફેસબુક પર ફ્રેન્ડ બનાવી તેને મોંઘી ગીફ્ટો આપ્યા બાદ ઓનલાઇન રૂપિયા વસૂલ્યા બાદ સાથી મહીલા દ્વારા દિલ્લી ઇડી અધિકારી બતાવી બ્લેકમેલ કરનાર નાઇજીરીયાના યુવક સહીત એક મહીલાની અટકાયત કરાઇ છે.

આ અંગેની વિગત એવી છે કે, આબુરોડ રીક્કો પોલીસ સ્ટેશનમાં એક મહીલાએ પોતે સોશિયલ મીડીયા દ્વારા એક વિદેશી યુવકે ફ્રેન્ડશિપ કરી હતી અને તે યુવકે પોતાને અલી અયાન ન્યૂઝીલેન્ડનો બતાવ્યો હતો.
જેથી મિત્રતા ભાવે બંને વચ્ચે ફેસબુક અને વોટ્સએપ દ્વારા વાતો થતી હતી. આ વિદેશી યુવકે ભોગ બનેલ યુવતીને મોંઘી ગીફટો મોકલી હતી અને તે ગીફ્ટોના રૂપિયા પણ ઓનલાઇન વસૂલ્યા હતા.
આવી રીતે કુલ રૂ. 16,00,000 ટુકડાઓમાં વસૂલ્યા હતા. ત્યારબાદ તેની સાથી મહીલા જે દિલ્લીમાં તેની સાથે જ હતી તેને ભોગ બનેલ મહીલાને પોતે દિલ્લી ઇડી અધિકારી બતાવી વિદેશથી મોંઘી વસ્તુઓ લાવવા માટે વધુ રૂપિયા પડાવવા કેસ કરવાની ધમકી આપી હતી.

 

ભોગ બનેલ મહીલાને પોતાની સાથે ઠગાઇ થઇ રહ્યાની અને બ્લેકમેઇલ થયાનું માલૂમ પડતાં તા. 24/04/2022 ના આબુરોડ પોલીસનો સંપર્ક કરતાં પોલીસે ગુનો નોંધી તપાસ કરતાં ચીટીંગ કરી રહેલ
લોકોને ટ્રેસ કરતાં તેઓ બંને દિલ્લી રહેતાં હોવાનું જાણવા મળતાં પોલીસ દિલ્લી પહોંચી હતી. ન્યૂઝીલેન્ડના નાગરિક તરીકે ઓળખ આપનાર મૂળ નાઇજીરીયાના યુવક અને તેની સાથે રહેતી ઇડી
અધિકારી તરીકે ઓળખ આપનાર મેઘાલયની મહીલાને ઝડપી આબુરોડ લાવેલ છે અને તેઓ દ્વારા આવી રીતે કેટલાં લોકોને ફસાવ્યા છે તે અંગેની તપાસ શિરોહી પોલીસ કરી રહી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!