બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે શિહોરીના ઉંબરી-બુકોલી નજીક દારૂ ભરેલી કાર સાથે એક શખ્સને ઝડપ્યો

- Advertisement -
Share

પોલીસે રૂ. 4,57,000 નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી

 

કાંકરેજના શિહોરીના ઉંબરી-બુકોલી રોડ ઉપરથી મંગળવારે એક દારૂ ભરેલી ગાડી બાતમીના આધારે બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે ઝડપી પાડી છે.
ગાડીમાંથી 10 પેટી અને 484 મોટી બોટલ સહીત કુલ રૂ. 4,57,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે શિહોરી પોલીસે શખ્સ સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા એલ.સી.બી. પોલીસ શિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, કાંકરેજના શિહોરીના ઉંબરી-બુકોલી રોડ ઉપર મંગળવારે
સિલ્વર કલરની વેગેનાર નં. GJ-08-CK-2748 ગાડી દારૂ ભરી ઉંબરીથી પાટણ, અમદાવાદ જવાની છે. જે બાતમીના આધારે નાકાબંધી કરી બાતમીવાળી ગાડી અટકાવી તપાસ કરતાં દારૂની 10 પેટી અને છૂટક 100 બોટલો કુલ 484 દારૂની બોટલો ગાડીમાંથી પોલીસને મળી આવી હતી.
પોલીસે કુલ રૂ. 4,57,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જયારે ગાડી ચાલક શિવરતન ઓમપ્રકાશ અગ્રવાલની અટકાયત કરાઇ હતી. આ અંગે શિહોરી પોલીસે શખ્સ સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!