એ.સી.બી. ટીમની સફળ ટ્રેપ : મહીલા તલાટી લાંચ લેતાં રંગેહાથ ઝડપાયા

- Advertisement -
Share

લોનના જામીનદારના મકાનના આકારણી પત્રકમાં સહી સિક્કા સાથે પ્રમાણપત્ર મેળવવા માટે આરોપીએ રૂ.1500 ની લાંચની માંગણી કરી હતી

 

કચ્છ જીલ્લાના મુંદ્રા તાલુકાના પત્રી ગામમાં તલાટી કમમંત્રી તરીકે ફરજ બજાવતા મહીલાને રૂ. 1500 ની લાંચ લેતાં એ.સી.બી.એ રંગેહાથ ઝડપી પાડયા હતા.
પ્રતીકાત્મક તસ્વીર
ફરિયાદીની મંજૂર થયેલી લોનના જામીનદારના આકારણી પત્રમાં સહી સિક્કા સાથે પ્રમાણપત્ર આપવા બદલ મહીલા તલાટીએ લાંચ માંગી હતી.
પ્રતીકાત્મક તસવીર
જે ફરિયાદી આપવા માંગતાં ન હોય એ.સી.બી.માં ફરિયાદ કરતાં એ.સી.બી.એ છટકું ગોઠવી રૂ. 1500 ની લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડયા હતા.
પ્રતીકાત્મક તસ્વીર
આ અંગેની વિગત એવી છે કે, મુંદ્રા તાલુકાની પત્રી ગ્રામ પંચાયતની કચેરીમાં તલાટી કમમંત્રી તરીકે ફરજ બજાવતા મિત્તલબેન ભગવતીપ્રસાદ રાવલને એ.સી.બી.એ રૂ. 1500 ની લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડયા હતા.
પ્રતીકાત્મક તસ્વીર
આ કામના ફરિયાદીની પત્નીના નામે રાષ્ટ્રીય પછાત વર્ગ નાણાં અને વિકાસ નિગમ, નવી દિલ્હી અને રાજ્ય સરકાર દ્રારા અમલીત સીધા ધિરાણ ’’Small Business’’ યોજના હેઠળ ગોપાલક વિકાસ નિગમ ગાંધીનગરથી રૂ. 2,00,000 ની લોન મંજૂર થઇ હતી.
પ્રતીકાત્મક તસ્વીર
જે લોનના જામીનદારના મકાનના આકારણી પત્રકમાં સહી સિક્કા સાથે પ્રમાણપત્ર મેળવવા માટે આરોપીએ રૂ.1500 ની લાંચની માંગણી કરી હતી.
જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતાં ન હોય ફરિયાદીએ એ.સી.બી.માં ફરિયાદ કરતાં ગોઠવેલ લાંચના છટકા દરમિયાન આરોપીએ ફરિયાદી પાસે લાંચની માંગણી કરી રૂ. 1500 સ્વીકારતાં રંગેહાથ ઝડપાયા હતા.

કચ્છ જીલ્લામાં એ.સી.બી.એ સફળ ટ્રેપ કરી મહીલા તલાટી કમમંત્રીને લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડતાં લાંચીયા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. કચ્છ પશ્ચિમ એ.સી.બી.ના પોલીસ ઇન્સપેક્ટર પી.કે.પટેલની ટીમ દ્વારા સફળ ટ્રેપ કરાઇ હતી.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!