વડગામ તાલુકાના છાપી હાઇવે ઉપર આવેલી તાજ હોટલ પર ગુરુવાર સવારે ઇન્કમ ટેક્ષ વિભાગ દ્વારા દરોડો પાડી તપાસ શરૂ કરતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. જોકે, દરોડા અંગે અધિકારીઓ દ્વારા કઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.
મુંબઈ સાથે સંકળાયેલ છાપીની એક તાજ હોટલ ઉપર ગુરુવારે ચારથી પાંચ ખાનગી વાહનોમાં આવેલ કથિત મુંબઈ તેમજ ગુજરાતના દસથી વધુ આઈ.ટી.વિભાગના અધિકારીઓ દ્વારા સઘન સુરક્ષા સાથે દરોડો પાડી સર્ચ હાથ ધર્યું હતું. સૂત્રો દ્વારા મળતી હકીકત મુજબ હોટલ માલિકોના અન્ય એકમો ઉપર પણ સર્ચ કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળે છે.
આ અંગે આઈ.ટી.ના અધિકારીઓને પૂછતાં તેઓએ હાલમાં તપાસ ચાલુ હોવાનું જણાવી તપાસ પૂર્ણ થયે વિગતો આપવાનું જણાવ્યું હતું. વડગામના છાપી હાઇવેની સૌથી જૂની અને જાણીતી હોટલ ઉપર આઈ.ટી.નું સર્ચ હાથ ધરાતા પંથકમાં ખળભળાટ સાથે અનેક તર્કવિતર્ક સાથે મોટી કરચોરી સામે આવે તેવું સૂત્રો જણાવી રહ્યા છે.
છાપીની પ્રખ્યાત તાજ હોટલ હોટલ ઉપર આઇટી વિભાગે સર્ચ હાથ ધરતા અનેકતર્ક વિતર્ક સામે આવ્યા છે. જોકે હોટલ માલિકોના મુંબઈ સહિત અન્ય જગ્યાએ પણ સર્ચ હાથ ધરવામાં આવ્યું હોવાનું સૂત્રો દ્રારા જાણવા મળે છે. દરમિયાન હોટલ માલિકોના મોબાઈલ બંધ છે.
From – Banaskantha Update