દાંતામાં વરસાદ સાથે વીજળી ત્રાટકી : બકરાંના મોતનો આંક 73 પહોંચ્યો : 50 બકરાં હજુ લાપત્તા

- Advertisement -
Share

પોલીસ, પશુ ચિકીત્સક અને તાલુકા પંચાયતના કર્મચારીઓએ તપાસ હાથ ધરી

 

દાંતાના માણેકનાથ ડુંગર વિસ્તારમાં રવિવારે માંડી સાંજે વીજળી ત્રાટકવાની ઘટનામાં એક માલધારી યુવકનું મોત થવા સાથે 73 બકરાંના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.
જ્યારે 50 થી વધુ બકરાં લાપત્તા થયા હોવાનું બહાર આવ્યું છે. આ બનાવને પગલે પોલીસ સહીત પશુ ચિકીત્સક અને તાલુકા પંચાયતના કર્મચારીઓએ વધુ તપાસ હાથ ધરી હતી. આ ઘટનામાં માલધારી યુવકનું મોત નિપજ્યું હતું.

 

આ ઘટનાની જાણ થતાં દાંતા પોલીસના હેડ કો. વિક્રમભાઇ સહીત પો.કો.ભરતસિંહ દિયોલ પણ બનાવ સ્થળે દોડી જઇ સ્થળ સ્થિતિ નિરીક્ષણ કરી મૃતકના શબને દાંતા રેફરલમાં પી.એમ. કરવાની તજવીજ હાથ ધરી હતી. આ ઘટનાથી હાહાકાર મચ્યો છે.

 

આ બનાવને પગલે દાંતા પશુ ચિકીત્સક આશિષભાઇ એચ. દેસાઇ સહીત ડૉ. વી.કે. ચૌધરી પણ સ્થળ પર પહોંચ્યા હતા. તેમના જણાવ્યા મુજબ, ખૂબ જ ગાઢ જંગલ અને વિકટ માર્ગવાળો ડુંગર હોઇ બનાવ સ્થળે
પહોંચતા જ 3 કલાક લાગ્યા હતા. જ્યાં સ્થળ પર 73 જેટલી બકરીઓ અને બકરાંનું પી.એમ. કરાયું હતું. જેમનું મરણ વીજળી પડવાથી થયું હતું. 4 ભૂલકાઓ નોંધારા બન્યા હતા.

 

73 બકરાં સહીત ચમનભાઇનું પણ અકાળે અવસાન થતાં ગરીબ માલધારી પરિવાર પર સંકટના વાદળો ઘેરાઇ જવા પામ્યા છે. મૃતક ચમનભાઇને સંતાનોમાં 4 બાળકોમાં 2 દીકરી અને 2 દીકરાએ છત્રછાયા ગુમાવી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!