ACBની સફળ ટ્રેપથી ધાનેરા પોલીસ સ્ટેશનનો ASI અને વચેટિયો રંગે હાથ લાંચ લેતા પકડાયા, બંને ડીટેઈન

- Advertisement -
Share

બનાસકાંઠાના ધાનેરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI અને વચેટિયાને રૂપિયા 75 હજારની લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપી પાડતા લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. એસીબીએ બંને આરોપીઓને ડીટેઈન કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ કામના ફરિયાદી સામે ધાનેરા પોલીસ સ્ટેશનમાં પશુઓ પ્રત્યે ક્રુરતા પ્રતિબંધ એક્ટ અન્વયે ગુનો દાખલ થયો હતો. જે ગુનાની તપાસ ASI રવિ સોલંકી કરી રહ્યા હતા. તેને આ કામના ફરિયાદીને અટક કરી તુરંત જ જામીન પર મુક્ત કરવા અને મારઝૂડ નહીં કરવા તેમજ મુદ્દામાલ છોડવા પોઝિટિવ અભિપ્રાય આપવા બદલ 75 હજાર રૂપિયાની લાંચ માગી હતી. જે રકમ ગની ભીખાજી મુસલા નામના વચેટિયાને આપી દેવા જણાવ્યું હતું.

ફરિયાદ લાંચની રકમ આપવા માંગતા ન હોય પોલનપુર એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. જેના આધારે એસીબીએ છટકું ગોઠવી ધાનેરાના ગોલા ગામમાંથી ASI વતી લાંચની રકમ સ્વીકારવા આવેલા વચેટિયાને એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યો હતો. એસીબીએ આ મામલે વચેટિયા અને ASIને ડીટેઈન કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!